ગુજરાત/ જાણો સુરત મહાનગરપાલિકા 119 બ્રિજના હેલ્થ રિપોર્ટ પાછળ કેટલા કરોડનો ખર્ચ કરશે

સુરત શહેરમાં આવેલા રિવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ, ખાડી બ્રીજ તથા રેલ્વે બ્રીજોના નિરીક્ષણ માટે ત્રણ એજન્સીને કામ આપવામાં આવ્યું છે. જેમાં મલ્ટી મીડિયા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ, કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સમાવેશ થાય છે.

Top Stories Gujarat Surat
સુરત

@અમિત રૂપાપરા 

સુરત શહેરને બ્રિજ સિટીનું બિરુદ મળ્યું છે. ત્યારે સુરત શહેરમાં 15 રિવર બ્રિજ, 28 ફ્લાય ઓવરબ્રિજ, 16 રેલવે ઓવરબ્રિજ અને 60 જેટલા ખાડી બ્રિજ આવેલા છે. આમ કુલ મળીને સુરત શહેરમાં 119 બીજો આવેલા છે. ત્યારે સુરતના આ તમામ 119 બ્રિજનું હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવશે અને તમામ બ્રિજના હેલ્થ કાર્ડ પાછળ સુરત મહાનગરપાલિકા 4.34 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે.

સુરત શહેરમાં આવેલા રિવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ, ખાડી બ્રીજ તથા રેલ્વે બ્રીજોના નિરીક્ષણ માટે ત્રણ એજન્સીને કામ આપવામાં આવ્યું છે. જેમાં મલ્ટી મીડિયા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ, કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, આ ત્રણે ત્રણ કંપની સુરતની નહીં પરંતુ અમદાવાદની છે.

Untitled 11 2 જાણો સુરત મહાનગરપાલિકા 119 બ્રિજના હેલ્થ રિપોર્ટ પાછળ કેટલા કરોડનો ખર્ચ કરશે

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ 119 બ્રિજના ઇન્સ્પેસનની કામગીરી જે ત્રણ એજન્સીને આપવામાં આવી છે તે ત્રણેય એજન્સી ચોમાસા પછી ઓક્ટોબર મહિનાથી આ કામની શરૂઆત કરશે. જે ટેન્ડર સુરત મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે તેમાં રીવર બ્રીજના નિરીક્ષણ માટે પ્રતિ ચોરસ મીટરનો ભાવ 40 રૂપિયા, ફ્લાય ઓવર બ્રિજ માટે પ્રતિ ચોરસ મીટર 35 રૂપિયા, રેલવે ઓવર બ્રીજ માટે પ્રતિ ચોરસ મીટર 35 રૂપિયા અને ખાડી બ્રિજ માટે પ્રતિ ચોરસ મીટર 22 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આમ 4,34,11,900 રૂપિયાનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. આ ત્રણેય એજન્સીને આ કામગીરી એક વર્ષમાં પૂરી કરવાની રહેશે અને ત્યારબાદ શહેરમાં આવેલા 119 બ્રિજમાંથી જે બ્રિજને સમારકામની જરૂર પડશે તે બ્રિજનો રિપોર્ટ આવ્યા અનુસાર સમારકામ કરવામાં આવશે.

Untitled 11 3 જાણો સુરત મહાનગરપાલિકા 119 બ્રિજના હેલ્થ રિપોર્ટ પાછળ કેટલા કરોડનો ખર્ચ કરશે

આ બાબતે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, સુરત મહાનગરપાલિકા ના ભાજપના શાસકો દ્વારા પ્રજાના પૈસાનો વ્યય કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સમયમાં જે બ્રિજો બન્યા હતા તે તમામ અડીખમ છે અને ભાજપના 25 વર્ષના શાસનમાં જે બ્રિજ બન્યા છે તેનું સમારકામ કરવું પડી રહ્યું છે. તેમને એવું પણ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા પાસે એન્જિનિયર સહિતના અધિકારીઓની એક ટીમ છે છતાં પણ પ્રાઇવેટ કંપનીઓને 4 કરોડ કરતાં વધારે રૂપિયાના ખર્ચે બ્રિજના નિરીક્ષણની એટલે કે હેલ્થ કાર્ડ ની કામગીરી આપવામાં આવી રહી છે. તેમને ભારતીય જનતા પાર્ટીના શાસકો પર બ્રિજની કામગીરી દરમિયાન 25 ટકા રકમ લેવાનો પણ આક્ષેપ કર્યો હતો. એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે સુરતમાં 119 બ્રીજોના નિરીક્ષણનો તેને લઈને હાલ એક વિવાદ સામે આવ્યો છે.

મહત્વની વાત કરી શકાય કે, સુરતમાં અગાઉ 9 બ્રિજના હેલ્થ રિપોર્ટ તૈયાર થઈ ગયા છે તે બ્રિજના હેલ્થ રિપોર્ટ નહીં બને. જે 3 એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે તે ત્રણ એજન્સીઓ દ્વારા 110 બ્રિજોનો હેલ્થ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

આ પણ વાંચો:ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો આનંદોઃ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આજથી અમલી