Bangalore/ સુચના શેઠે દિકરાની હત્યા કરી લાશ સુટકેશમાં રાખી, પડોશીનું કહેવું છે આદર્શ માતા હતી…

ગોવામાં ચાર વર્ષની દિકરીના હત્યાની આરોપી સુચના શેઠના બે ચહેરા છે. એકમાં તે દિકરાની હત્યાની આરોપી છે. દિકરો પતિને મળી ન શકે તે માટે તેની હત્યા કરી નાંખી અને બાદમાં લાશ સુટકેશમાં નાંખીને ભાગવાની કોશિષ કરતા ઝડપાઈ ગઈ. બેગમાં દિકરાની લાશ હતી અને સુચના કાર અટકાવીને પુરી શાક ખાઈ રહી હતી.

India
સુચના શેઠે દિકરાની હત્યા કરી લાશ સુટકેશમાં રાખી, પડોશીનું કહેવું છે આદર્શ માતા હતી...

ગોવામાં ચાર વર્ષની દિકરીના હત્યાની આરોપી સુચના શેઠના બે ચહેરા છે. એકમાં તે દિકરાની હત્યાની આરોપી છે. દિકરો પતિને મળી ન શકે તે માટે તેની હત્યા કરી નાંખી અને બાદમાં લાશ સુટકેશમાં નાંખીને ભાગવાની કોશિષ કરતા ઝડપાઈ ગઈ. બેગમાં દિકરાની લાશ હતી અને સુચના કાર અટકાવીને પુરી શાક ખાઈ રહી હતી.

સુચના શેઠ બેંગ્લોરની અરવિંદ સ્પ્રોસિયા સોસાયટીમાં રહેતી હતી. પડોશીઓ અને સોસાટીના પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ સુચના દિકરા પર જાન કુરબાન કરતી હતી. લોકો તેનું નામ આપીને ઉદાહરણ આપતા હતા કે સિંગલ માતા હોવા છત્તા તે બાળકની કેયલી સંભાળ રાખતી હતી.

હાલમાં કોર્ટે સુચના શેઠને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપી છે. આગામી સુનાવણી 31 જાન્યુઆરીના રોજ રાખવામાં આવી છે. સુચના પોલીસ સાથે વાત કરતી નથી કે કોર્ટમાં પણ કંઈ બોલી નથી. કોર્ટે તેની મેન્ટલ હેલ્થની તપાસ કરાવીને તેનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે.

સુચના શેઠ એઆઈ સ્ટાર્ટઅપ માઈન્ડફૂલ એઆઈ લેબની સંસ્થાપક અને સીઈઓ હતી. ચાર વર્ષથી તે કંપનીને લીડ કરી રહી હતી. સુચના ની કંપની આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સ માટે કામ કરતી હતી. આ સ્ટાર્ટ-અપ હાલ બંધ થઈ ગયું છે. તેનું કારણ સ્પ્।ટ નથી પરંતુ સુત્રોનું કહેવું છે ફંડીંગ અટકી જતા આવું થયું છે.

ગોવાની જે હોટેલમાં સુચના શેઠના દિકરાની હત્યા થઈ ત્યાં તેણે ખોટુ સરનામુ આપ્યું હતું. પતિથી અલગ થયા બાદ સુચના બેંગ્લોરના ઠાનીસાંડ્રા વિસ્તારમાં બનેલા યુનિશ્રી ટેરાઝા એપાર્ટમેન્ટમાં રહેતી હતી. ગોવામાં સુચનાએ આ સરમાનુ આપ્યું હતું. પરંતુ હકીકત એ છે કે સુચનાએ આ ઘર છોડી દીધું હતું. આ હકીકત કેસમાં સુચના વિરૃધ્ધ મોટો પુરાવો છે. પોલીસે સુચનાની પુછપરછમાં આ સવાલ કર્યો હતો કે સરનામુ ખોટુ કેમ આપ્યું હતું. જોકે સુચનાએ તેનો કોઈ જવબ આપ્યો ન હતો.

સુચના અગાઉ જ્યાં રહેતી હતી તે યિનીશ્રી ટેરાઝા એપાર્ટમેન્ટના બ્રોકર રકીબ શરીફે કહ્યું હતું કે સુચના શેઠે બિલ્ડરની ઓફિસથી ભાડા પર ફ્લેટ લીધો હતો. ફર્નિચર સાથેના આ ફ્લેટમાં સુચના એક બેગ અને કપડા સાથે દિકરા સાથે રહેવા આવી હતી. તેની પાસે બીજો કોઈ સામાન ન હતો. વધુમાં તેણે કહ્યું કે સુચના વિશે સોસાયટીમાં કોઈ વધારે જાણતું ન હતું. આ ફ્લેટ આજે પણ યુનિશ્રી બિલ્ડરના નામે છે. હાલમાં અહીં એક મુસ્લિમ ફેમીલી રહે છે.

સુચના જ્યાં છેલ્લે રહેતી હતી તે અરવિંદ સ્પ્રોસિયા એપાર્ટમેન્ટમાં જ દિકરાની લાશ લઈને આવી રહી હોવાનું પોલીસે કહ્યું હતું. ઘરે લાશ લાવીને તે ઠોકાણે પાડવા માંગતી હતી. આ એપાર્ટમેન્ટ યુનિશ્રી ટેરેઝાથી એક કિલોમીટર દૂર છે. સોસાયટીના પ્રમુખ પંકજ જૈનનું કહેવું છે કે સુચના અહીં એક વર્ષથી ભાડેથી રહેતી હતી. સોસાયટીના ઘણા લોકો તેને ઓળખતા હતા. વધુમાં તેમણે કહ્યું કે આ ઘટના પરેશાન કરી મુકે તેવી છે. ફક્ત મારા જ પરિવારમાં નહી સોસાયટીમાં રહેતી અન્ય મહિલાઓ પણ સુચનાનું ઉદાહરણ આપતા હતા. સુચનાનો સ્વભાવ એકદમ શાત હતો. દિકરા સાથે તે રોજ પાર્કમાં રમતી હતી. આખી સોસાયટીના લોકો આ ઘટનાથી આઘાત પામ્યા હતા.

બેંગ્લોરમાં ભલે સુચનાની સોસાયટીના લોકો તેને આદર્શ માનતા હોય જોકે ગોવાની વાત એકદમ અલગ છે. સુચના સતત કહેતી હતી કે તેણે તેના દિકરાની હત્યા કરી નથી. પુત્રનું મોત કેવી રીતે થયું એમ પોલીસે પુછતા સુચનાએ કહ્યું હતું કે રાત્રે જીવતો હતો ત્યારે સુઈ ગયો હતો. સવારે જોયું તો મૃત્યુ પામ્યો હતો. પોલીસને શંકા છે કે સુચના એ આધારે કોર્ટની સજાથી બચી શકે છે કે તેની માનસિક હાલત ઠીક નથી. જો સુચના તેના નિવેદન પર કાયમ રહે તો કોર્ટની કડક સજાથી બચી શકે છે. કોરેટે તેને કારણે જ મનોવૈજ્ઞાનિક નિષ્ણાતની મદદ લેવાનો આદેશ આપ્યો છે.

સુચનાએ ગોવાની હોટેલમાં તેના દિકરાની હત્યા કરી હોવાનો તેની પર આરોપ છે બાદમાં તે સુટકેશમાં લાશ મુકીને ભાડાની કારમાં બેંગ્લોર જવા નીકળી હતી. જોકે હોટેલથી નીકળી ત્યારે તેની સાથે દિકરો ન હોવાથી હોટેલવાળાઓને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. બાદમાં કારના ડ્રાઈવરની મદદથી સુચના બેંગ્લોરમાં ઝડપાઈ ગઈ હતી.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:AAP National Party/INDIA ગઠબંધનને વધુ એક ફટકો, મમતા બેનરજી બાદ પંજાબ CM ભગવંત માનની મોટી ઘોષણા, આપ પાર્ટી પંજાબની તમામ સીટો પર લડશે લોકસભા ચૂંટણી

આ પણ વાંચો:Loksabha Elections 2024/25 જાન્યુઆરીએ PM મોદી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત, શરૂઆત કાશીથી નહિ આ સ્થળથી કરશે….

આ પણ વાંચો:Lok Sabha Election 2024/મમતાના ‘એકલા ચલો’ના એલાનબાદ કોંગ્રસનું પહેલું નિવેદન, સ્પીડ બ્રેકરની વાત શરૂ