- સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાની રાહુલ ગાંધીને સલાહ
- ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન થાય
- વેકેસિનેટેડ લોકો જ યાત્રામાં જોડાય
- માંડવિયાએ અશોક ગેહલોતને લખી ચિઠ્ઠી
- દેશહિતમાં ભારત જોડો યાત્રા સ્થગિત કરવા જણાવ્યું
- હાલ ચીન સહિત અન્ય દેશોમાં વધી રહ્યાં છે કોરોનાનાં કેસ
મનસુખ માંડવિયા: વિશ્વભરમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચકયું છે,ચીનની હાલત તો ખુબ જ ખરાબ છે,ચીન અમેરિકા,જાપાન સહિતના દેશોમાં હાલ કોરોનાના લીધે સ્થિતિ વણસી રહી છે, જેને જોતા ભારત એલર્ટ થઇ ગયું છે. સ્વાસ્થ મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. કોરોના કેસો દેશમાં વધે નહીં તે મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.આ ઉપરાંત જે લોકોએ વેકસિન લીધી છે તે લોકો જ આ યાત્રામાં જોડાય તેવો નિર્દેશ પણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોનાના કેસો ફી વધી રહ્યા છે, ચીનની હાલત ખુબ ખરાબ છે તે જોતા ભારતના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને સલાહ આપી છે કે ભારત જોડો યાત્રામાં કોરોનાની ગાઇડલાઇને અનુસરવાનું કહેવામાં આવ્યું છે. કયાત્રામાં આઇસલોટ અને સેનેટાઇઝ અને માસ્કના ઉપયોગની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત જો શક્ય હોય તો ભારત જોડો યાત્રા સ્થગિત કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે ચીનમાં કોવિડનો પ્રકોપ જે રીતે ફેલાઈ રહ્યો છે તે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. નેડ પ્રાઈસે કહ્યું કે કોવિડ ઝીરો પ્રોટોકોલને કારણે ચીનમાં કોરોના અટકી ગયો હતો, પરંતુ પ્રોટોકોલ હટાવ્યા બાદ ચીનમાં જે સ્થિતિ છે તેના કારણે કોવિડ-19 નવા વેરિઅન્ટને જન્મ આપી શકે છે.મીડિયા બ્રીફિંગ દરમિયાન, નેડ પ્રાઈસે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે ચીનમાં ફેલાતા વાયરસમાં કોઈપણ સમયે પરિવર્તન થવાની સંભાવના છે અને સમગ્ર વિશ્વના લોકો માટે ખતરો છે.
Samajvadi Party/ સપા ધારાસભ્ય ઈરફાન સોલંકીએ જેલમાં કરી 1300 સહી, જાણો કારણ
