Not Set/ રામ મંદિર વિવાદમાં શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થતા અંગે હિંદુ મહાસભાએ ઉભા કર્યા સવાલો, જાણો શું કહ્યું ?

અયોધ્યાના રામ મંદિરના નિર્માણના વિવાદ અંગે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં રામ મંદિર વિવાદમાં મધ્યસ્થતા અંગે નિવેદન આપ્યું હતું. પરંતુ આ નિવેદન બાદ હિંદુ મહાસભાએ સવાલો ઉભા કર્યા છે. આ અંગે હિંદુ મહાસભાએ જણાવ્યું, “આ વિવાદમાં રવિશંકરને મધ્યસ્થતા કરવાનો કોઈ અધિકાર નથી”.  હિંદુ મહાસભાએ આ નિર્ણયને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો છે. હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ મુન્ના […]

India
original 1 રામ મંદિર વિવાદમાં શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થતા અંગે હિંદુ મહાસભાએ ઉભા કર્યા સવાલો, જાણો શું કહ્યું ?

અયોધ્યાના રામ મંદિરના નિર્માણના વિવાદ અંગે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં રામ મંદિર વિવાદમાં મધ્યસ્થતા અંગે નિવેદન આપ્યું હતું. પરંતુ આ નિવેદન બાદ હિંદુ મહાસભાએ સવાલો ઉભા કર્યા છે. આ અંગે હિંદુ મહાસભાએ જણાવ્યું, “આ વિવાદમાં રવિશંકરને મધ્યસ્થતા કરવાનો કોઈ અધિકાર નથી”.  હિંદુ મહાસભાએ આ નિર્ણયને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો છે.

હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ મુન્ના કુમાર શર્માએ એક નિવેદન દ્વારા રામ મંદિર કેસમાં શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થતાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શ્રી શ્રી રવિશંકર શ્રીરામ જન્મભૂમિના મુદ્દા સાથે ક્યારેય પણ સંકળાયેલા નથી. સાથે સાથે હિન્દુ મહાસભાએ આક્ષેપ કર્યો હતો કે, શ્રી શ્રી રવિશંકરે ક્યારેય કોઈ મંદિર બાંધવાનો પ્રયત્ન કર્યો ન હતો અને કોઈ પણ આંદોલનમાં ભાગ લીધો ન હતો.

હિન્દુ મહાસભા અનુસાર, શ્રી શ્રી રવિ શંકર રામલાલાના દર્શને ક્યારેય પહોંચ્યા નથી. આ સ્થિતિમાં, પોતાને એક મધ્યસ્થી જાહેર કરવા એ હાસ્યાસ્પદ બાબત છે. શ્રી શ્રી રવિ શંકર ૨૦૧૯ ની ચુંટણીમાં ભાજપને જીતાડવામાં માટે આ મુદ્દાને ઉઠાવવા માંગે છે.