Not Set/ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ મામલો-શંકાસ્પદ બિરજુ કિશોર સલ્લાની અટકાયત

મુંબઇથી દિલ્હી જઇ રહેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં આતંકીએ પ્લેન હાઇજેક સાથે વિસ્ફોટકો હોવાની ધમકી હોવાનો મેસેજ એરપોર્ટ ઓથોરિટીને આપ્યો હતો અને ત્યાર બાદ તુરંત દિલ્હી જતી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવી હતી.બીજી તરફ આ મેસેજ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી પોલીસ કન્ટ્રોલ રૂમને મળતા એરપોર્ટ સુરક્ષા કમિટી અને તમામ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસ, બીડીએસની ટીમ […]

Uncategorized
688954424 JetAirwaysflighthijack 6 અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ મામલો-શંકાસ્પદ બિરજુ કિશોર સલ્લાની અટકાયત

મુંબઇથી દિલ્હી જઇ રહેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં આતંકીએ પ્લેન હાઇજેક સાથે વિસ્ફોટકો હોવાની ધમકી હોવાનો મેસેજ એરપોર્ટ ઓથોરિટીને આપ્યો હતો અને ત્યાર બાદ તુરંત દિલ્હી જતી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવી હતી.બીજી તરફ આ મેસેજ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી પોલીસ કન્ટ્રોલ રૂમને મળતા એરપોર્ટ સુરક્ષા કમિટી અને તમામ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસ, બીડીએસની ટીમ અને એનએસજી કમાન્ડો સહિતની ટીમો એરપોર્ટ પહોંચી ગઇ હતી. દરમિયાનમાં સરદારનગર પોલીસે લેટર કબ્જે કરી શંકાસ્પદ બિરજુ કિશોર સલ્લાની અટકાયત કરી જાંબાઝ ક્રાઇમ બ્રાંચને સોંપ્યો હતો. આતંકીઓ પાસે વિગતો કઢાવી લેનાર ક્રાઇમ બ્રાંચ અડધા દિવસ બાદ પણ બિરજુએ તરકટ કેમ રચ્યું તે કઢાવી શકી ન હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચે જાણવા જોગ ગુનો નાોંધી તપાસ એસઓજીને સોંપી છે.બીજી તરફ પોતાના લેપટોપમાં ગુગલમાં ઉર્દૂ ભાષામાં પત્ર લખ્યો હોવાનું જણાવ્યું છે.જો કે આરોપી છેલ્લા કેટલાય સમયથી મુંબઈમાં સોનાના વેપાર સાથે જોડાયેલ છે.અને તે મૂળ રાજૂલાનો વતની છે.જો કે હાલ તો આરોપીને મુંબઈ ખાતે લઈ જવામા આવ્યો છે.જયાં NIAને સોંપવામા આવશે અને આગળની કાર્યવાહી કરવામા આવશે