Not Set/ મુંબઇમાં ટ્રાન્સઝેન્ડર્સ માટે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું

બીએમસીની એન વોર્ડ મર્યાદા હેઠળ સેન્ટ જોસેફ સ્કૂલમાં આવેલા કેન્દ્રના પ્રથમ થોડા કલાકોમાં લગભગ 100 ટ્રાન્સ વ્યક્તિઓ અને લેસ્બિયન સમુદાયના સભ્યોને રસીના ડોઝ આપવામાં આવ્યાં હતાં

Top Stories
સહવોગદદદદદ મુંબઇમાં ટ્રાન્સઝેન્ડર્સ માટે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું

દેશમાં હાલ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે સરકાર તેના લીધે અત્યારે વેક્સિનેશન પર ભાર આપી રહી છે કોરોના  સામે લડવા હાલ બધા માટે એક અકસીર ઉપાય રસી છે. તેથી રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવી વધુમાં વધુ લોકોને રસી આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રસીકરણને પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે મંગળવારે મુંબઈના વિક્રોલીમાં ટ્રાન્સ વ્યક્તિઓ અને લેસ્બિયન સમુદાયના લોકો માટે ખાસ નાગરિક સંચાલિત કોવિડ -19 રસીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે,  બીએમસીની એન વોર્ડ મર્યાદા હેઠળ સેન્ટ જોસેફ સ્કૂલમાં આવેલા કેન્દ્રના પ્રથમ થોડા કલાકોમાં લગભગ 100 ટ્રાન્સ વ્યક્તિઓ અને લેસ્બિયન સમુદાયના સભ્યોને રસીના ડોઝ આપવામાં આવ્યાં હતાં.

કેન્દ્રનું ઉદ્ઘાટન કરનાર મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મુંબઈ જેવા શહેરમાં તેની ભૌગોલિક સ્થિતિ અને વસ્તી સાથે કોવિડ -19 જેવા રોગનો ફેલાવો અટકાવવો ખૂબ જ પડકારજનક હતો, પરંતુ મુંબઉ મ્યુનિસિપલ કોર્પોરેશને તેને સારી રીતે સંભાળ્યું છે.

એક નિવેદનમાં બીએમસીએ જણાવ્યું હતું કે એન વોર્ડ સંચાલિત કેન્દ્ર આગામી છ મહિના સુધી કાર્યરત રહેશે. જેમાં ઓળખ કાર્ડ વગરના લોકોને પણ રસી આપવામાં આવશે અને એનજીઓ અને ટ્રાન્સ ગ્રુપ અને એલજીબીટીક્યુઆઇએ+ સમુદાયના સભ્યો સાથે કામ કરતા અન્ય જૂથોને રસી આપવામાં આવશે.