Not Set/ ગુજરાતમાં પણ જોવા મળશે મોદી ફેક્ટર, પીએમ યોજી શકે છે ૫૦ રેલીઓ

ગુજરાતમાં ભાજપે પોતાની જીતની ખાતરી મેળવવા માટે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વ્યક્તિત્વનો સહારો લેવો પડી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને નવેમ્બર-ડિસેમ્બરમાં નરેન્દ્ર મોદી ઓછામાં ઓછી ૫૦ રેલીઓ કરશે. પીએમ મોદી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તેઓ આગામી ૩૦મી તારીખે […]

Top Stories
61099844 ગુજરાતમાં પણ જોવા મળશે મોદી ફેક્ટર, પીએમ યોજી શકે છે ૫૦ રેલીઓ

ગુજરાતમાં ભાજપે પોતાની જીતની ખાતરી મેળવવા માટે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વ્યક્તિત્વનો સહારો લેવો પડી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને નવેમ્બર-ડિસેમ્બરમાં નરેન્દ્ર મોદી ઓછામાં ઓછી ૫૦ રેલીઓ કરશે. પીએમ મોદી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તેઓ આગામી ૩૦મી તારીખે ગુજરાતમાં રેલી યોજી શકે છે ત્યારબાદ ૧૦ નવેમ્બર સુધી તેમની બીજી એક કે બે રેલીનું આયોજન થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ચુંટણીને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી ચાલુ વર્ષે ૧૦થી વધુ વખત પોતાના ગૃહરાજ્યનો પ્રવાસ કરી ચુક્યા છે. જેના પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે, ગુજરાતની લડાઈ નરેન્દ્ર મોદી માટે પણ કેટલી અગત્યની છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય રાજકારણમાં ગયા બાદ ગુજરાત ભાજપ નેતૃત્વના અભાવનો સામનો કરી રહ્યુ છે.

પાર્ટીના સુત્રોનું કહેવુ છે કે, સ્થાનિક નેતાઓની સભાઓમાં ભીડ ઉભી થતી નથી. જેથી ભાજપ હવે નરેન્દ્ર મોદીની રેલીઓના સહારે છે. સુત્રોનું કહેવુ છે કે, પહેલા વડાપ્રધાન મોદીની ૧૫ થી ૧૮ રેલીઓનું આયોજન કરાયુ હતું. પરંતુ જે રીતે સ્થાનિક નેતાઓની રેલીઓને નિષ્ફળતા મળી તે જાતા હવે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ૫૦થી પણ વધુ રેલીઓ સંબોધિત કરશે તેવુ આયોજન કરાયુ છે. આ ઉપરાંત ઠેર-ઠેર વડાપ્રધાન મોદીના રોડ શોની પણ માંગ થઈ રહી છે. આગામી ચુંટણીમાં ભાજપ વડાપ્રધાન મોદીના સોશિયલ મીડિયા ટાઉનહોલ અને ડિઝિટલ મીડિયા જેવા માધ્યમોથી પણ લોકો સાથે સીધો સંવાદ કરી શકે છે.

પાર્ટી સુત્રોનુ કહેવુ છે કે, અમારી સોશિયલ મીડિયા ટીમ અનેક સોશિયલ મીડિયા ટાઉનહોલ કાર્યક્રમોનુ આયોજન કરી રહી છે. જેને વડાપ્રધાન મોદી ઓડિયો ગ્રિફિંગના માધ્યમથી સંબોધશે.