Not Set/ સાબરમતિ જેલમાં રખાયેલો ખુંખાર અફઘાનિસ્તાની કેદી થયો ફરાર, જાણો કેમ ?

છેલ્લા ત્રણ વર્ષથી હત્યા અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના કેસનો અફઘાનિસ્તાનનો કેદી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ હતો. તે  ખુંખાર કેદી અચાનક જ પોલીસ જાપ્તામાંથી બિનદાસ્ત રીતે ફરાર થઈ ગયો છે. કેદી ફરાર તો થઇ ગયો પણ જે પોલીસ કર્મીનાં જાપ્તામાં હતો, તે પોલીસવાળો પણ આમા સામેલ હોય તેવું પાકા પાયે પ્રતિત થઇ રહ્યું છે. જોકે, સમગ્ર […]

Top Stories Gujarat
pisionor escape સાબરમતિ જેલમાં રખાયેલો ખુંખાર અફઘાનિસ્તાની કેદી થયો ફરાર, જાણો કેમ ?

છેલ્લા ત્રણ વર્ષથી હત્યા અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના કેસનો અફઘાનિસ્તાનનો કેદી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ હતો. તે  ખુંખાર કેદી અચાનક જ પોલીસ જાપ્તામાંથી બિનદાસ્ત રીતે ફરાર થઈ ગયો છે. કેદી ફરાર તો થઇ ગયો પણ જે પોલીસ કર્મીનાં જાપ્તામાં હતો, તે પોલીસવાળો પણ આમા સામેલ હોય તેવું પાકા પાયે પ્રતિત થઇ રહ્યું છે. જોકે, સમગ્ર મામલે પોલીસે FIR નોંધીને સધન તપાસ હાથ ઘરી છે, પરંતુ સવાલએ થાય છે કે આ રીતે આવે ખુંખાર હત્યાનાં અને તે પણ વિદેશી કેદી ફરાર થઇ કેમ જાય?

prison escape feature2 સાબરમતિ જેલમાં રખાયેલો ખુંખાર અફઘાનિસ્તાની કેદી થયો ફરાર, જાણો કેમ ?

હકીકત જાણે આમ છે કે  સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામા આવેલા અફદાનિસ્તાનનાં કેદ સૈફુલ્લાખાને પોલીસ જાપ્તો નિયમીત રીતે કોર્ટમાં તારીખ હોવાથી કોર્ટે લઇ જવા માટે સાથે લઇને નિકળ્યો હતો. આમતો તમામ કેદીને પોલીસવાનમાં જ કોર્ટમાં તારીખમાં લઇ જવામાં આવતા હોય છે. પરંતુ ક્યારેક એક આદ કેદી હોય કે બીજુ કોઇ કારણ હોય પોલીસ પાર્ટી ટેક્ક્ષી કે રીક્ષાનો પણ ઉપયોગ કરી હોય છે. ત્યારે બે પોલીસ સાથે રીક્ષામાં જઇ રહેલા સૈફુલ્લાખાને સાબરમતી જુની સેન્ટ્રલ જેલની દીવાલ પાસે અચાનક પથરીનો દુખાવો થઇ રહ્યો છે, તેથી બાથરુમ કરવા માટે જવુ છે તેમ કહીને રીક્ષા ઉભી રાખવા માટે પોલીસ કર્મચારીઓને કહ્યુ હતું.

prison escape feature સાબરમતિ જેલમાં રખાયેલો ખુંખાર અફઘાનિસ્તાની કેદી થયો ફરાર, જાણો કેમ ?

પોલીસ કર્મચારીઓએ સૈફુલ્લાની વાત માનીને રીક્ષાચાલકને રીક્ષા ઉભી રખાવી હતી. બે પોલીસ કર્મચારીઓએ હથકડી પહેરાવીને સૈફુલ્લાને નીચે ઉતાર્યો હતો. રોડની સામેની સાઇડ પર આવેલા રેલવે ટ્રેક નજીક પોલીસ કર્મચારી મુકેશ સિંહે સૈફુલ્લાની હથકડી ખોલી હતી. હથકડી ખોલતાની સાથેજ સૈફુલ્લાએ મુકેશ સિંહને ધક્કો મારીને રેલવે ટ્રેક તરફ નાસી ગયો હતો. મુકેશ સિંહ અને વાલસિંગ તેને પકડવા માટે દોડ્યા હતા જોકે તે કોઇ રીક્ષામાં બેસીને નાસી ગયો હતો. બન્ને પોલીસ કર્મચારીઓ જે રીક્ષામાં સૈફુલ્લાને લઇને આવ્યા હતા તે રીક્ષા પણ જતી રહી હતી. કેદી ફરાર થઈ જતા 10 કલાક બાદ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. રાણીપ પોલીસે ગુનો નોંધી કેદીની શોધખોળ શરૂ કરી છે. જોકે, પોલીસને ધક્કો મારી નાસી છુટ્યોના 24 કલાક બાદ પણ હજી કેદી ઝડપાયો નથી. જો કે કેદીના ફરાર થવાની ઘટનામાં પોલીસ જાપ્તામાં રહેતા કર્મીઓની સંડોવણી હોવાની શક્યતા સામે આવી છે.

prison escape સાબરમતિ જેલમાં રખાયેલો ખુંખાર અફઘાનિસ્તાની કેદી થયો ફરાર, જાણો કેમ ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.