New Delhi News: અલ્હાબાદ હાઈકોર્ટે યુ.પી. મદરેસા એક્ટને રદ કરેલા ચુકાદાને પડકારતી અરજી સુપ્રિમમાં કરવામાં આવી હતી જેને લઈને સર્વોચ્ચ અદાલતે આજે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશની 16000 મદરેસાના 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, વર્તમાનમાં મદરેસાઓમાં 2004ના કાયદા અંતર્ગત શિક્ષણ પ્રક્રિયા ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પલટાવી નાખ્યો છે. CJI ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ કાયદાની જોગવાઈઓને સમજવામાં ભૂલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર વચગાળાનો સ્ટે મુક્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે યુ.પી. મદરેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટ પ્રાથમિક દ્રષ્ટિએ યોગ્ય નથી. આ ધર્મનિરપેક્ષતાનું ઉલ્લંઘન છે એમ કહેવું યોગ્ય નથી. ખુદ ઉત્તર પ્રદેશની સરકારે અદાલતમાં આ કાયદાનો બચાવ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે 2004ના કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકાર અને અન્યને નોટિસ પાઠવી છે.
અદાલતે કહ્યું કે, મદરેસાના અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓએ આગળના વર્ગમાં જવા માટે ઇસ્લામ અને તેના સિદ્ધાંતોનો અભ્યાસ કરવો જરૂરી છે. અને આધુનિક વિષયોનો પહેલેથી સમાવિષ્ટ છે અથવા વૈકલ્પિક વિષય તરીકે ઓફર કરવામાં આવે છે, તેમજ તેમની પાસે ફક્ત એક વૈકલ્પિક વિષયનો અભ્યાસ કરવાનો વિકલ્પ બાકી હોય છે.
આ પણ વાંચો:ચૂંટણી પંચે આતિશીને ફટકારી નોટીસ, કહ્યું-દરેક ફકરાનો જવાબ લેખિતમાં આપવામાં આવે
આ પણ વાંચો:ચુરુ રેલીમાં પીએમ મોદીએ કહ્યું, ‘પડકારરૂપ પડકારો એ આપણી ધરતીની તાકાત છે
આ પણ વાંચો:ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, એક