ક્રિકેટ/ કોરોનાનાં વધતા કેસને જોતા ભારતમાં ટી-20 વર્લ્ડકપ પર છવાયા સંકટનાં વાદળ, ICC લઇ શકે છે મોટો નિર્ણય

દેશમાં કોરોના મહામારીએ વિનાશ સર્જ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ આશરે 3,00,000 થી વધુ નવા કેસ ભારતમાં આવી રહ્યા છે.

Sports

દેશમાં કોરોના મહામારીએ વિનાશ સર્જ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ આશરે 3,00,000 થી વધુ નવા કેસ ભારતમાં આવી રહ્યા છે. જે અત્યાર સુધીમાં કોઇ દેશમાં આવતો દૈનિક સર્વાધિક આંકડો છે. હાલમાં દેસમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 ટૂર્નામેન્ટ ચાલી રહી છે અને ટી-20 વર્લ્ડકપ આ વર્ષનાં અંત સુધીમાં ભારતામાં જ યોજાવાનો છે. જો કે હાલમાં ભારતમાં બની રહેલી પરિસ્થિતિને લઇને ICC કોઇપણ સમયે ભારત પાસેથી ટી-20 વર્લ્ડ કપનું હોસ્ટ પરત ખેંચી શકે છે.

IPL 2021 / મોર્ગનની કેપ્ટન ઈનિંગનાં દમ પર કોલકતાએ પંજાબ વિરુદ્ધ મેળવી 5 વિકેટે જીત

એક સમાચાર મુજબ, ટી-20 વર્લ્ડ કપનાં સમયને હજી છ મહિના બાકી છે, પરંતુ ભારતની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા માનવામાં આવે છે કે સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) ને ટી-20 વર્લ્ડ કપને હોસ્ટ કરી શકે છે. સમાચાર મુજબ આઇસીસીએ યુએઈને સ્ટેન્ડબાય સ્થળ તરીકે રાખ્યું છે. ગયા વર્ષે યુએઈમાં જ આઇપીએલની મેચ રમાઇ હતી. આપને જણાવી દઇએ કે, ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ધર્મશાળાએ આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનારી વર્લ્ડ કપ ટી-20 માટેનો પ્રથમ અવરોધ પાર કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ વર્લ્ડ કપ માટે સૂચિત નવ સ્ટેડિયમોમાં એચપીસીએ સ્ટેડિયમ ધર્મશાળાને પણ શામેલ કરી છે. આવી સ્થિતિમાં હવે ધર્મશાળામાં વર્લ્ડ કપ મેચ યોજાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. હવે બીસીસીઆઈ દ્વારા સૂચિત નવ સ્ટેડિયમનો રિપોર્ટ આઈસીસીને મોકલવામાં આવ્યો છે. ફક્ત આઇસીસી જ મેચ માટે અંતિમ મહોર લગાવશે.

IPL 2021 / સુરેશ રૈનાએ IPLમાં સિક્સરની બેવડી સદી કરી પૂર્ણ, જાણો તેણે અત્યાર સુધી કઈ-કઈ ઉપલબ્ધિ હાસિલ કરી

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમવાનો હતો, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે તેને મોકૂફ રાખવો પડ્યો હતો. ટી-20 વર્લ્ડ કપ માટે ભારતે 9 સ્થળો નક્કી કર્યા છે. અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાવાની ચર્ચા થઈ છે. નવ સ્ટેડિયમમાં એચપીસીએનું ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ અને મુંબઈનો સમાવેશ થાય છે. આ અગાઉ બીસીસીઆઈમાં ખાસ પદો સંભાળી ચુકેલા અનુરાગ ઠાકુરે પણ અહીં ટી-20 વર્લ્ડ કપ મેચ યોજવાની વાત કરી હતી. જો કે હાલમાં દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયુ છે તે જોતા આવતા સમયમાં ટી-20 ટૂર્નામેન્ટ ભારતમાં રમાશે કે કેમ તેના પર સંકટનાં વાદળ છવાયેલા રહે તો નવાઇ નહી.