Rishabh Pant Kuldeep Yadav IPL Trade: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ખેલાડીઓની અદલાબદલીને લઈને એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. આઇપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી રિષભ પંતની (Rishabh Pant) ફરી એકવાર દિલ્હી કેપિટલ્સ (DC) ટીમમાં ભવ્ય વાપસી થઈ ગઈ છે. બીજી તરફ, શાનદાર ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ હવે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમ તરફથી રમતો જોવા મળશે. દિલ્હી અને લખનઉની ફ્રેન્ચાઇઝી વચ્ચે આ મેગા ટ્રેડ સત્તાવાર રીતે સંપન્ન થયો છે.
27 કરોડથી સીધા 15 કરોડની ફી પર Rishabh Pantની ઘર વાપસી
રિષભ પંતે(Rishabh Pant) તાજેતરમાં જ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, લખનઉની ટીમે હરાજીમાં પંતને રેકોર્ડબ્રેક 27 કરોડ રૂપિયાની ઐતિહાસિક બોલી લગાવીને ખરીદ્યો હતો. જોકે, આ મેગા ટ્રેડ બાદ પંત હવે 15 કરોડ રૂપિયાની ફી સાથે પોતાની જૂની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સમાં પાછો ફર્યો છે, જ્યાં તેણે વર્ષ 2016 થી 2024 દરમિયાન પોતાના કરિયરની 9 સફળ સીઝન વિતાવી હતી અને 111 મેચો રમી હતી.
5 સીઝન બાદ દિલ્હીથી અલગ થયો કુલદીપ
આ ટ્રેડ અંતર્ગત કુલદીપ યાદવ (Kuldeep Yadav) પોતાની વર્તમાન ફી એટલે કે 13.50 કરોડ રૂપિયામાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો હિસ્સો બન્યો છે. કુલદીપ વર્ષ 2022 માં દિલ્હીની ટીમ સાથે જોડાયો હતો અને 5 સીઝનના અદભુત પ્રવાસમાં તેણે 65 મેચો રમીને 72 વિકેટો ઝડપી હતી. કુલદીપ ઉત્તર પ્રદેશ તરફથી ઘરેલું ક્રિકેટ રમે છે, તેથી લખનઉની ટીમમાં સામેલ થવું તેના માટે પણ એક રીતે હોમ ગ્રાઉન્ડ પર વાપસી જેવું સાબિત થશે. આ ટ્રેડથી આગામી આઇપીએલ સીઝનનો રોમાંચ બમણો થઈ ગયો છે.
આ પણ વાંચો:ટીમ ઇન્ડિયામાં વૈભવ સૂર્યવંશીને મળ્યો કયો જર્સી નંબર? BCCI ના વીડિયોમાં જર્સી જોઈને રડી પડ્યો
આ પણ વાંચો: 100મી મેચમાં એમબાપ્પેનો જલવો, મેસી બન્યો વર્લ્ડ કપનો કિંગ, ગોલ્ડન બૂટની રેસ થઈ વધુ રોમાંચક
આ પણ વાંચો: ભારતની વિસ્ફોટક શરૂઆત! 324 ના સ્ટ્રાઈક રેટથી રમી વૈભવે શ્રીલંકન બોલરોના છોડાવ્યા પરસેવા

