sports news/ ભારતની વિસ્ફોટક શરૂઆત! 324 ના સ્ટ્રાઈક રેટથી રમી વૈભવે શ્રીલંકન બોલરોના છોડાવ્યા પરસેવા

ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે રમાઈ રહેલી ફાઇનલ મેચમાં ભારતના ઓપનર વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) માત્ર 11 બોલમાં ફિફ્ટી અને 29 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 94 રનની ઐતિહાસિક ઇનિંગ રમી છે. વાંચો અપડેટ્સ.

Trending Sports
Vaibhav Sooryavanshi

IND A vs SL A Final Live Updates: દામ્બુલાના રણગિરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે (21st June) ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે ટ્રાઈ સિરીઝનો મહામુકાબલો રમાઈ રહ્યો છે. આ હાઈવોલ્ટેજ ખિતાબી મેચમાં શ્રીલંકા-એ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી તિલક વર્મા બ્રિગેડ તરફથી ઓપનર વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો એવો વરસાદ કર્યો કે શ્રીલંકન બોલરો લાચાર બની ગયા હતા.

માત્ર 11 બોલમાં ફિફ્ટી અને 324 નો સ્ટ્રાઈક રેટ(Vaibhav Sooryavanshi)

વૈભવ સૂર્યવંશીએ(Vaibhav Sooryavanshi) તોફાની બેટિંગ કરતા માત્ર 11 બોલમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. તેણે મેચની ત્રીજી ઓવરમાં જ મહોમ્મદ શિરાજની ઓવરમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને 26 રન ઝૂડી કાઢ્યા હતા, જેના કારણે ટીમ ઇન્ડિયાએ માત્ર 3 ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. વૈભવ માત્ર 6 રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો અને 29 બોલમાં 324.14 ના સ્ટ્રાઈક રેટથી 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી 94 રન બનાવી આઉટ થયો હતો. તેને શ્રીલંકન કેપ્ટન સહાન અરાચિગેએ આઉટ કર્યો હતો.

ટૂર્નામેન્ટની વાત કરીએ તો, શ્રીલંકા 6 પોઈન્ટ્સ સાથે ટેબલ ટોપર અને ભારત 4 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચ્યું છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ હતી.


આ પણ વાંચો: ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો, ચિલીને 6-0 થી હરાવી ફાઇનલમાં મારી એન્ટ્રી

આ પણ વાંચો: IPL 2027 ના શેડ્યૂલને લઈને BCCI ની જાહેરાત, આગામી વર્ષે આ તારીખથી શરૂ થશે ટુર્નામેન્ટ

આ પણ વાંચો: શેફાલી વર્માએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ! એક જ મેચમાં ફિફ્ટી અને 3 વિકેટ ઝડપી ઇતિહાસ બનાવ્યો