World News/ યુદ્ધવિરામ માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા જેડી વેન્સ, બેઠક પહેલાં જ ઈરાને હોર્મુઝ બંધ કરવાનો દાવો

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈઝરાયલી(Israel) મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે અમેરિકાને ચેતવણી આપી છે કે હિઝબુલ્લાહ હથિયાર નહીં મૂકે ત્યાં સુધી સેના પાછી નહીં હટે. બીજી તરફ સ્વિટ્ઝરલેન્ડમાં યુએસ-ઈરાનની બેઠક પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ટેન્શન વધ્યું છે.

Top Stories international World
Israel

Middle East Crisis Updates 2026: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસો અને અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટોની વચ્ચે ઇઝરાયલે(Israel) પોતાનું વલણ અત્યંત આક્રમક કરી દીધું છે. ઇઝરાયલના વરિષ્ઠ મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે ટ્રમ્પ પ્રશાસનને સીધો પડકાર ફેંકતા સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી લેબેનોનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારીને હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના પાછી પાની કરશે નહીં. સ્મોટ્રિચે દાવો કર્યો કે અમેરિકા પણ ઇઝરાયલની ‘રેડ લાઈન્સ’ ને સારી રીતે સમજે છે. દેશની રક્ષા માટે ઇઝરાયલ સરહદ પર હંગામી ચોકીઓ નહીં પરંતુ કાયમી સૈન્ય બેઝ બનાવશે અને આ મુદ્દે પીએમ નેતન્યાહુ પણ તેમની સાથે સહમત છે.

સ્વિટ્ઝરલેન્ડમાં યુએસ-ઈરાનની ગુપ્ત બેઠક તણાવ(Israel)

બીજી તરફ, પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ કરાવવા માટે અમેરિકા અને ઈરાન(Israel) વચ્ચે થયેલા કરારને લાગુ કરવા સ્વિટ્ઝરલેન્ડના પ્રસિદ્ધ ‘બર્ગનસ્ટોક રિસોર્ટ’ ખાતે હાઈ-લેવલ બેઠક શરૂ થવા જઈ રહી છે. આ ઐતિહાસિક વાતચીતમાં ભાગ લેવા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance) અને ઈરાનનું પ્રતિનિધિમંડળ સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયું છે. જોકે, આ શાંતિ વાર્તા શરૂ થાય તે પહેલાં જ ઈરાને વૈશ્વિક વેપાર માટેના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ને ફરીથી બંધ કરી દેવાનો દાવો કરતાં વૈશ્વિક ચિંતા વધી ગઈ છે. હવે આ બેઠક જ નક્કી કરશે કે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે કે ભયંકર યુદ્ધ ફાટી નીકળશે.


આ પણ વાંચો :પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત

આ પણ વાંચો :અમેરિકા-ઈરાન કરાર બાદ હોર્મુઝ જળમાર્ગ શરૂ, પણ 48 કલાક પહેલાં પરવાનગી લેવી ફરજિયાત

આ પણ વાંચો :લંડન નજીક બે પેસેન્જર ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર, લોકો પાયલટનું મોત અને 89 મુસાફરો ઈજાગ્રસ્ત