Gandhinagar News/ SMC પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ, ડ્રગ્સ સાથે નાઇજિરિયન યુવતીની ધરપકડ

સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC) પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ નોંધાયો છે. નવસારીથી SMC પોલીસ સ્ટેશનની ખાસ ટીમે ડ્રગ્સ સાથે નાઇજિરિયન યુવતીને પકડી પાડી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં ગુજરાતના યુવાઓને ડ્રગ્સની બદીથી દુર રાખવા ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી છે, ત્યારે રાજ્યમાંથી દારૂ જુગાર ઉપરાંત ડ્રગ્સના કેસો શોધી કાઢીને માફિયાઓ સુધી પહોંચવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્ટેટ મોનિટરીંગ સેલ SMC પોલીસ સ્ટેશનમાં ખાસ ટીમ બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત આજે સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)  પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ નોંધાયો છે. SMC પોલીસ સ્ટેશનની ખાસ ટીમે ડ્રગ્સ સાથે એક નાઇજિરિયન યુવતીને નવસારીથી પકડી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ સામે લડત વધુ અસરકારક બનાવવા માટે ગુજરાત ગૃહ વિભાગે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી, તેને વિશેષ સત્તાઓ આપવા ઐતિહાસિક નિર્ણય લીધો હતો. દરમિયાન ગૃહ રાજ્ય મંત્રીની સુચના મુજબ ડ્રગ્સ હેરાફેરી અંગે બાજ નજર રાખી ડ્રગ્સ ડિલીવરી પહેલા જ પેડલરોને પકડવા SMC પોલીસ સ્ટેશનની ખાસ ટીમને મોટી સફળતા મળી છે.

SMCના DIG નિર્લિપ્ત રાયની આગેવાનીમાં આ કામગીરી ગુજરાતમાં ડ્રગ્સ માફિયાને નાબૂદ કરવા માટે SMC પોલીસ સ્ટેશનની ટૂંક સમયમાં વધતી જતી સક્રિય ભૂમિકા દર્શાવે છે. SMC પોલીસ સ્ટેશનનાની આ ખાસ ટીમ દ્વારા આજે પહેલો NDPS કેસમાં 1ને પકડવામાં આવી છે, જે રાજ્યમાં ડ્રગ્સની સામેની લડતમાં માઇલસ્ટોન સાબિત થશે.

SMCની આ ટીમ દ્વારા આજે પ્રથમ NDPS કેસ કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં ડ્રગ્સ સામેની લડતમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. આ કામગીરીનું નેતૃત્વ SMCના DIG નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને તે ગુજરાતમાં ડ્રગ્સના મફિયાઓને ખતમ કરવા માટે સતત સક્રિય રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: SMC ની મોટી કાર્યવાહીઃ 22 હજાર કિલોગ્રામથી વધુ સબસીડી યુરીયા ખાતર જપ્ત, ગેરકાયદેસર રીતે કંપનીઓ દ્વારા ઉપયોગ

આ પણ વાંચો: રાજ્યમાં SMCનું પોલીસ સ્ટેશન શરૂ થશે: કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે

આ પણ વાંચો: રાજકોટમાં SMCની મોટી કાર્યવાહી, જાણો કેવી રીતે લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો