Indian Womens Hockey Nations Cup: ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women’s Hockey Team) પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખતા FIH નેશન્સ કપ 2025-26 ની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ઓકલેન્ડમાં રમાયેલા રોમાંચક સેમિફાઇનલ મુકાબલામાં ભારતે ચિલીને 6-0 ના મોટા માર્જિનથી કારમો પરાજય આપીને ખિતાબી મેચની ટિકિટ મેળવી લીધી છે. સમગ્ર મેચમાં ભારતીય ટીમ એટલી હાવી રહી હતી કે ચિલીની ટીમને કમબેક કરવાનો એક પણ મોકો આપ્યો નહોતો.
-,
Relive Team India’s dominant 6-0 win against Chile through the best moments from the first semi-final of the FIH Hockey Women’s Nations Cup New Zealand 2025–26 in Auckland. ✨#HockeyIndia #IndiaKaGame #FIHNationsCup pic.twitter.com/SVXQHpaRGJ
— Hockey India (@TheHockeyIndia) June 20, 2026
નવનીત અને દીપિકા જીતની નાયિકા બની(Womens Hockey)
ભારતની(Womens Hockey) આ એકતરફી જીતમાં સ્ટાર ખેલાડી નવનીત કૌર અને દીપિકા ચમક્યા હતા. નવનીત કૌરે મેચની 6th અને 13th મિનિટે બેક-ટૂ-બેક ગોલ કરીને ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. ત્યારબાદ તરત જ દીપિકાએ 14 અને 18 મિનિટે સતત બે ગોલ ફટકારીને ભારતની લીડને 4-0 પર પહોંચાડી દીધી હતી, જેનાથી ચિલીની ટીમ સંપૂર્ણપણે દબાણમાં આવી ગઈ હતી.
બીજા હાફમાં પણ ભારતીય સિંહણોનો આક્રમક પ્રહાર ચાલુ રહ્યો હતો. મેચની 32 મિનિટે નેહાએ શાનદાર ગોલ કરીને સ્કોર 5-0 કર્યો હતો, જ્યારે 39 મિનિટે રુતુજા દાદાસો પિસાલની જોરદાર ફીલ્ડ ગોલની મદદથી ભારતની 6-0 થી ભવ્ય જીત પર આખરી મહોર વાગી ગઈ હતી. ગ્રુપ સ્ટેજમાં ટોપ કર્યા બાદ સેમિફાઇનલમાં પણ દબદબો જાળવી રાખનારી ભારતીય ટીમનો (Womens Hockey) મુકાબલો હવે ફાઇનલમાં USA અથવા ન્યૂઝીલેન્ડ સામે થશે.
આ પણ વાંચો: રોનાલ્ડોને પાસ કેમ નથી આપતો? બ્રૂનો ફર્નાન્ડીઝ પર ફેન્સનો આક્રોશ; ઉઠાવ્યા ગંભીર સવાલો
આ પણ વાંચો: IPL 2027 ના શેડ્યૂલને લઈને BCCI ની જાહેરાત, આગામી વર્ષે આ તારીખથી શરૂ થશે ટુર્નામેન્ટ
આ પણ વાંચો: રોહિત શર્મા અને કોહલી આગામી વર્લ્ડ કપ રમશે કે નહીં? BCCI એ આપ્યો ચોંકાવનારો જવાબ
