sports news/ રોહિત શર્મા અને કોહલી આગામી વર્લ્ડ કપ રમશે કે નહીં? BCCI એ આપ્યો ચોંકાવનારો જવાબ

રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે વર્લ્ડ કપ 2027 (World Cup 2027) માં રમશે કે નહીં તે અંગે BCCI સચિવ દેવજીત સૈકિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે વર્લ્ડ કપના રોડમેપ અને ટીમ સિલેક્શન પ્રક્રિયા અંગે ખુલાસો કર્યો છે.

Sports Trending
World Cup 2027

Rohit Virat World Cup 2027 Suspense: ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા સ્ટાર રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) આગામી વનડે વર્લ્ડ કપ 2027 (ODI World Cup 2027) માં ટીમ ઇન્ડિયાનો હિસ્સો હશે કે નહીં, તેને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ મૌન તોડ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાંથી બંને દિગ્ગજોના સંન્યાસ બાદ તેમના વનડે કરિયર અને વર્લ્ડ કપ રમવા પર સતત સસ્પેન્સ બનેલું છે.

BCCI સચિવનો ગોળ-ગોળ જવાબ

PTI સાથેની ખાસ વાતચીતમાં BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ મામલે કોઈ સ્પષ્ટ જાહેરાત કરવાના બદલે ગોળ-ગોળ જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ‘વર્લ્ડ કપ 2027 ની(World Cup 2027) તૈયારીઓ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આ અંગે પબ્લિક પ્લેટફોર્મ પર જાહેરમાં ચર્ચા કરવી યોગ્ય નથી.’ તેમણે ઉમેર્યું કે અમારી ટીમ ખૂબ જ વ્યવસ્થિત છે. કોઈપણ મોટો નિર્ણય લેતી વખતે ક્રિકેટ કમિટી, સિલેક્ટર્સ, સપોર્ટ સ્ટાફ, હેડ કોચ અને સંબંધિત ખેલાડીઓ સહિત તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને નિર્ણય લે છે, આ માટે કોઈ અલગથી સ્પેશિયલ સેશનની જરૂર નથી.

ખેલાડીઓના ફોર્મ પર નજર(World Cup 2027)

હાલમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે 3 મેચની વનડે સિરીઝ રમી રહી છે. જેમાં વિરાટ કોહલી ઈજાના કારણે બહાર છે અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર વાપસી કરે તેવી સંભાવના છે. બીજી તરફ, રોહિત શર્માનું ફોર્મ આ સિરીઝમાં મિશ્ર રહ્યું છે, જ્યાં પ્રથમ વનડેમાં 16 રને રનઆઉટ થયા બાદ બીજા મુકાબલામાં તેમણે 48 રનની ઇનિંગ રમી હતી. ટૂંકમાં, રોહિત-વિરાટના ભવિષ્ય પર હજી પણ સસ્પેન્સ યથાવત છે.


આ પણ વાંચો: રોનાલ્ડોને પાસ કેમ નથી આપતો? બ્રૂનો ફર્નાન્ડીઝ પર ફેન્સનો આક્રોશ; ઉઠાવ્યા ગંભીર સવાલો

આ પણ વાંચો: IPL 2027 ના શેડ્યૂલને લઈને BCCI ની જાહેરાત, આગામી વર્ષે આ તારીખથી શરૂ થશે ટુર્નામેન્ટ

આ પણ વાંચો: રોહિત શર્મા અને કોહલી આગામી વર્લ્ડ કપ રમશે કે નહીં? BCCI એ આપ્યો ચોંકાવનારો જવાબ