sports news/ ટીમ ઇન્ડિયામાં વૈભવ સૂર્યવંશીને મળ્યો કયો જર્સી નંબર? BCCI ના વીડિયોમાં જર્સી જોઈને રડી પડ્યો

15 વર્ષના યુવા ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને (Vaibhav Suryavanshi) ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ તેને જર્સી નંબર 06 ફાળવ્યો છે, જેને મેળવ્યા બાદ વૈભવ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. વાંચો તેની પ્રથમ પ્રતિક્રિયા.

Trending Sports
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi Team India Jersey Number: ભારતભરના દરેક ક્રિકેટરનું એક જ સપનું હોય છે કે તે ક્યારેક દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમે. માત્ર 15 વર્ષની નાની ઉંમરે બિહારના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) આ સપના તરફ એક બહુ મોટું કદમ વધારી દીધું છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય સિનિયર ટીમમાં પસંદગી પામ્યા બાદ વૈભવ હવે ટીમ ઇન્ડિયા સાથે જોડાઈ ગયો છે. પ્રથમ વખત ભારતીય ડ્રેસિંગ રૂમનો હિસ્સો બનતા અને ટીમની ઓફિશિયલ જર્સી હાથમાં લેતા જ આ 15 વર્ષનો યુવાન ભાવુક થઈ ગયો હતો.

અંડર-19 થી લઈને IPL અને ટીમ ઇન્ડિયા સુધીની સફર

વૈભવે (Vaibhav Suryavanshi) ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ જગતમાં પોતાનો મોટો પ્રભાવ છોડ્યો છે. ભારતની અંડર-19 ટીમ, આઈપીએલ (IPL) અને તાજેતરમાં ઇન્ડિયા-એ તરફથી રમતા તેણે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેને ખૂબ જ ઝડપથી સિનિયર ટીમ ઇન્ડિયામાં (Team India) સ્થાન મળ્યું છે.

BCCIએ શેર કર્યો ભાવુક વીડિયો(Vaibhav Suryavanshi)

બીસીસીઆઈ (BCCI) દ્વારા સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં હોટેલનો સ્ટાફ અને ટીમ ઇન્ડિયાના ઓફિશિયલ્સ વૈભવના રૂમ પાસે જાય છે. વૈભવ રૂમની બહાર આવીને સૌથી પહેલા વડીલ સ્ટાફના પગે લાગે છે અને આદર વ્યક્ત કરે છે. ત્યારબાદ તેને એક ખાસ બોક્સ આપવામાં આવે છે જેમાં તેની જર્સી હોય છે. વૈભવને ટીમ ઇન્ડિયામાં 03 નંબરની જર્સી ફાળવવામાં આવી છે.

પોતાની આ જર્સી જોઈને વૈભવ અત્યંત ખુશ અને ભાવુક જણાતો હતો. તેણે વીડિયોમાં જણાવ્યું કે, “મારી પાસે આ પળને બયાન કરવા માટે શબ્દો નથી. મેં જે દિવસથી હાથમાં બેટ પકડ્યું હતું અને ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા ગયો હતો, ત્યારથી મારું આ જ સપનું હતું જે આજે પૂરું થયું છે. આ ટી-શર્ટ જોતા જ મને બધું એક સપના જેવું લાગી રહ્યું હતું અને મારા ચહેરા પર આપોઆપ સ્માઈલ આવી ગઈ હતી. ક્યારેક જે તમે વિચાર્યું ન હોય તે અચાનક સામે આવે ત્યારે કેવી સ્થિતિ થાય, બસ એવો જ મારો હાલ હતો.”


આ પણ વાંચો:ભારતની વિસ્ફોટક શરૂઆત! 324 ના સ્ટ્રાઈક રેટથી રમી વૈભવે શ્રીલંકન બોલરોના છોડાવ્યા પરસેવા

આ પણ વાંચો: ફાઇનલની રેસ માટે ઇન્ડિયા A નો જંગ, ઓપનર વૈભવ સૂર્યવંશી 38 રને આઉટ

આ પણ વાંચો: IPL ના સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીએ દામ્બુલા વનડેમાં કર્યા નિરાશ, 12 બોલમાં ઇનિંગ સમેટાઈ