Cricket/ IPL શરૂ થાય તે પહેલા જ CSK ને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી નહી રમે ટૂર્નામેન્ટ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો હતો.

Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. એક સમાચાર મુજબ ટીમનાં ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં વ્યસ્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખીને આઈપીએલ 2021 થી હટી જવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે યુએઈમાં રમાયેલી આઈપીએલમાં હેઝલવુડ સીએસકે ટીમનો ભાગ હતો. ભારત સામે હેઝલવુડનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે.

Cricket / શ્રેયસ ઐયરનાં ઈજાગ્રસ્ત થયા બાદ રિષભ પંત દિલ્હી કેપિટલ્સ ટીમની સંભાળશે કમાન

હેઝલવુડે કહ્યું કે, ‘હું છેલ્લા 10 મહિનાથી જુદા જુદા સમયે બાયો-બબલ અને કોરેન્ટાઇનમાં છું, તેથી મેં ક્રિકેટમાંથી વિરામ લેવાનું નક્કી કર્યું છે જેથી હું ઘર અને ઓસ્ટ્રેલિયામાં આવતા બે મહિના માટે થોડો સમય પસાર કરી શકું. આવતા સમયે વિન્ટર સિઝન આવવાની છે. વેસ્ટ ઇન્ડીઝનાં પ્રવાસમાં ઘણો લાંબો સમય ગાળવાનો છે, બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝ પણ વર્ષનાં અંતમાં છે. ત્યારબાદ ટી-20 વર્લ્ડ કપ અને ત્યારબાદ એશિઝ સિરીઝ, પછીનાં 12 મહિના ખૂબ જ વ્યસ્ત બનવા જઈ રહ્યા છે અને સ્ટ્રેલિયા સાથે રહીને હું આ માટે પોતાને માનસિક અને શારીરિક રીતે તૈયાર રાખવા માંગુ છું. તેથી, મેં નિર્ણય કર્યો છે અને તે મારા માટે યોગ્ય રહેશે.

Cricket / શ્રીલંકાનાં થિસારા પરેરાએ રચ્યો ઈતિહાસ, 6 બોલમાં 6 સિક્સર ફટકારનારો પ્રથમ બેટ્સમેન

હેઝલવુડ પહેલા, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનાં મિશેલ માર્શે પણ કોરોના પ્રોટોકોલમાં લાંબા રોકાવાના કારણે આઈપીએલ 2021 થી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની ટીમે તેની જગ્યાએ જેસન રોયને સ્થાન આપ્યું છે. ભારત સામેની મર્યાદિત ઓવર સિરીઝમાં રોયનું પ્રદર્શન એકદમ પ્રભાવશાળી રહ્યું હતું. રોય આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રની ચુક્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ