આજે મધર્સ ડે છે, ત્યારે આ દિવસનું બાળકોથી લઇ તમામ વ્યક્તિઓ માટે એક અનેરું મહત્વ હોય છે. દરેક વ્યકિતના જીવન પાછળ તેઓની માતાનો શ્રેષ્ઠ ફાળો હોય છે. ત્યારે આ દિવસનું મહત્વ પણ કઈક અલગ અંદાજમાં જોવા મળતું હોય છે.
ત્યારે હાલમાં રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનમાં પણ જુદી-જુદી ટીમોમાં રમી રહેલા ક્રિકેટરોની પત્નીઓનો માતૃપ્રેમ પણ જોવા મળી રહ્યો છે. આ માતાઓમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ એસ ધોનીની પત્ની સાક્ષી ધોની હોય, સ્પિન બોલર હરભજન સિંહની પત્ની ગીતા બસરા કે સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા હોય. તેઓ હાલ એક માં તરીકે પોતાની શ્રેષ્ટ ભૂમિકા ભજવી રહ્યા છે.
૧. એમ એસ ધોનીની પત્ની સાક્ષી ધોની અને દીકરી જીવા

IPLની ૧૧મી સિઝનમાં રમાઈ રહેલી મેચ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સની મેચ જે પણ સ્ટેડિયમ રમાતી હોય છે ત્યારે ધોનીની પત્ની સાક્ષી અને દીકરી જીવા અચૂક જોવા મળતા હોય છે. સ્ટેડિયમમાં સાક્ષી ધોનીનો પોતાની પુત્રી જીવા માટેનો માતૃપ્રેમ જોવા મળે છે.
સ્ટેડિયમમાં જીવાનો નટખટ અંદાજ પણ લોકોનું દિલ જીતી રહ્યા છે.

IPLની મેચો દરમિયાન સાક્ષી અને જીવાનું માં-દીકરી વચ્ચેનું બોન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે.

જયારે CSKના કેપ્ટન ધોની પોતાનો જલવો બતાવે છે ત્યારે તેઓ અચૂક સ્ટેન્ડમાં બેસીને ચિયર કરતા હોય છે.
૨. હરભજન સિંહની પત્ની ગીતા બસરા અને દીકરી હિનાયા હીર :

એમ એસ ધોનીની પત્ની ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સના સ્પિન બોલર હરભજન સિંહની પત્ની ગીતા બસરા અને દીકરી હિનાયા હીર પણ સ્ટેડિયમમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેઓ પિતા હરભજન સિંહને સપોર્ટ કરતા હોય છે તેમજ ગીતા બસરા અને દીકરી હિનાયા વચ્ચેનો માતૃપ્રેમ જોવા મળતો હોય છે.

૩. સુરેશ રૈનાના પત્ની પ્રિયંકા

CSKના સ્ફોટક બેટ્સમેન સુરેશ રૈના હાલ પોતાના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે ત્યારે આ સમયે તેઓને સપોર્ટ કરવા માટે પત્ની પ્રિયંકા અને ગ્રેસિયા અચૂક હાજર રહેતા હોય છે.

સ્ટેડિયમમાં પણ પ્રિયંકા રૈના અને દીકરી ગ્રેસિયા વચ્ચે માં –દીકરી વચ્ચેનો પ્રેમ જોવા મળતો હોય છે.
૪. શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી

સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ફોટક પ્લેયર્સ શિખર ધવનની પત્ની આયશા મુખર્જી અને પુત્ર જોરાવરને દરેક મેચમાં અચૂક હાજર રહેતા હોય છે.

આ દરમિયાન ક્રિકેટ ફ્રેન્ડસને જોરાવર અને માં આયશાની જોડી ખૂબ પસંદ આવતી હોય છે અને તેમના અંદાજની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવતી હોય છે.

