બોક્સિંગમાં ભારતની બોક્સર પૂજા રાનીએ 75 કિલો વજનની કેટેગરીમાં 16 મેચનાં રાઉન્ડમાં અલ્જેરિયાની બોક્સર ઇચરાક ચૈબને 5-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. પહેલા રાઉન્ડમાં, પૂજા ઇચરાક ચૈબ ઉપર પોઇન્ટ મેળવવામાં સફળ રહી, એટલુ જ નહી બીજા રાઉન્ડમાં પણ પૂજા રાણીએ આક્રમક અંદાજ બતાવી અને જજને પ્રભાવિત કરવામાં સફળ રહી. ત્રણેય રાઉન્ડમાં, પૂજાએ વિરોધી બોક્સર પર લીડ બનાવવાનું કામ કર્યું હતું. હવે પૂજા ચંદ્રકથી માત્ર એક વિજય દૂર છે.
#TokyoOlympics: Indian boxer Pooja Rani defeats Ichrak Chaib of Algeria 5-0 in women's middleweight (69-75kg) Round of 16 clash pic.twitter.com/88b7NVfJlZ
— ANI (@ANI) July 28, 2021
Tokyo Olympic 2021 / દીપિકા કુમારીએ તીરંદાજીની મહિલા સિંગલ્સ મેચમાં ભૂટાનની કર્માને હરાવી
ભારતીય તીરંદાજ રાઉન્ડ ઓફ 32 માં, દીપિકા કુમારીએ વ્યક્તિગત મહિલા સ્પર્ધામાં શાનદાર રમત દર્શાવી હતી અને ભૂટાનની ખેલાડી સામે પ્રથમ રાઉન્ડ 6-0થી જીતવામાં સફળ રહી હતી. દીપિકાએ પહેલા સેટમાં 26 રન બનાવ્યા હતા, જ્યારે ભૂટાનની કર્માએ 23 નો સ્કોર બનાવ્યો હતો. આ પછી, બીજા સેટમાં પણ દીપિકા કુમારી 26-23થી બીજો સેટ જીતવામાં સફળ રહી હતી. 2 સેટ પછી, દીપિકા ભૂટાનની કર્મા કરતા 4-0થી આગળ હતી. ત્રીજા સેટમાં ભારતની દીપિકાએ તેની શાનદાર રમત ચાલુ રાખી અને 27-24 નાં સ્કોર સાથે સેટ જીત્યો. ત્રીજો સેટ જીતવાની સાથે દીપિકા 6-0થી મેચ જીતવામાં સફળ રહી અને આગલા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. બોક્સિંગમાં પણ ભારત મામટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પૂજા રાનીએ અલ્જેરિયાની બોક્સર ઇચરાક ચૈબને 5-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
#Archery :
Comfortable 6-0 win for Deepika Kumari in 1st round of Women's Individual event.
📷 : @Olympics #Tokyo2020withIndia_AllSports pic.twitter.com/AiAssNVpNZ— India_AllSports (@India_AllSports) July 28, 2021
IND vs SL / ટીમ ઈન્ડિયા સાથે પરત નહી ફરી શકે કૃણાલ પંડ્યા, જાણો કારણ
પ્રવીણ જાધવ પુરુષોની તીરંદાજીની વ્યક્તિગત ઇવેન્ટનાં બીજા રાઉન્ડમાં હારી ગયો છે. અમેરિકાનાં બ્રાડી એલિસને 32 મેચનાં રાઉન્ડમાં ભારતનાં પ્રવિણ જાધવને 6-0થી હરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં, પ્રવીણ જાધવ અમેરિકાનાં બ્રાડી એલિસન સામે પહેલો સેટ હારી ગયા હતા, જાધવે પહેલા સેટમાં 27 પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે એલિસને 28 પોઇન્ટ મેળવીને પ્રથમ સેટ જીત્યો હતો. બીજા સેટમાં ભારતનાં પ્રવીણ જાધવે શાનદાર પ્રદર્શન કર્યું અને 10-9 અને 7 નો સ્કોર કરીને કુલ 26 પોઇન્ટ મેળવ્યા પરંતુ બીજો સેટ પણ અમેરિકાનાં બ્રાડી એલિસને 1 પોઇન્ટથી જીત્યો હતો. એટલે કે, એલિસને 28 નો સ્કોર બનાવ્યો હતો. આ રીતે, એલિસન ભારતનાં પ્રવીણથી બે સેટમાં 4-0થી આગળ છે. ત્રીજા સેટમાં પ્રવીણે 23 નો સ્કોર બનાવ્યો, જ્યારે એલિસને અન્ડર-16 મેચમાં ભારતનાં પ્રવીણને 6-0થી હરાવી 27 નો સ્કોર બનાવ્યો. આમ પ્રવીણની યાત્રા ટોક્યોમાં ઓલિમ્પિકમાં સમાપ્ત થઈ છે.
