Jamnagar News/ જીમમાં કસરત કરતા MBBSમાં અભ્યાસ કરતા યુવાનનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

જામનગરમાં એક યુવાનનું કસરત કરતા નિપજયું મોત. આ યુવાન જીમમાં કસરત કરતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો.

Top Stories Gujarat Others Breaking News

@ સાગર સંઘાણી

Jamnagar News: જામનગર (Jamnagar)માં એક યુવાન (Youngman)નું કસરત કરતા નિપજયું મોત (Died). આ યુવાન જીમ (Jim)માં કસરત કરતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો. જીમમાં રહેલ લોકો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જયાં ડોક્ટરોએ યુવાનને મૃત જાહેર કર્યો. આ યુવાન ફક્ત 19 વર્ષનો છે અને તે મેડિકલ (MBBS)માં અભ્યાસ કરતો હતો. યુવાનના મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે ડોક્ટરોને કાર્ડિયાક એટેકની આશંકા છે.

19 વર્ષીય કિશન માણેક (Kishan Manek) નામનો યુવાન પોતાના નિત્યક્રમ મુજબ જીમ ગયો. પરંતુ જીમમાં કસરત કરવા ગયેલ કિશન ફરી પાછો ઘરે ના ફર્યો. જીમમાં કસરત કરતી વખતે જ અચાનક યુવાન નીચે ઢળી પડ્યો. અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. કિશનના પિતા PGVCLમાં ફરજ બજાવે છે. PGVCL માં ફરજ બજાવતા નાયબ ઇજનેર હેમંત માણેકના 19 વર્ષીય પુત્ર MBBSના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતો હતો. દરમ્યાન પોતાના નિત્યક્રમ મુજબ જીમમાં કસરત કરવા ગયેલ કિશન કસરત કરતા જ અચાનક જીમમાં ઢળી પડ્યો હતો. કિશનનું જીમમાં કસરત કરતાં મોત નિપજતા પરિવાર વધુ શોકગ્રસ્ત છે. પોતાના 19 વર્ષના જુવાન જોધ પુત્રનું અકાળે અવસાન થતા માતા-પિતા સહિત મિત્રો અને સગાસંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નોંધનીય છે કે કોરોના બાદ હાર્ટએટેકના કિસ્સા વધ્યા છે. સૌથી વધુ યુવાનો હાર્ટએટેકનો ભોગ બનતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.

ગુજરાત : હાર્ટઍટેક આવે જ નહીં તે માટે શું કરવું, આ ત્રણ બાબતો જે હૃદયના હુમલાથી બચાવી શકે - BBC News ગુજરાતી

ગત વર્ષે પણ તહેવારના માહોલમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા બન્યા હતા.અને ખાસ કરીને નવરાત્રિ તહેવાર દરમ્યાન હાર્ટએટેકથી યુવાનોના મોત થયાના આંકડા સૌથી વધુ છે. એવું પણ માનવામાં આવે છે કે યુવાનો જીમમાં વધુ પડતી કસરત કરતા હોય અથવા તો નવરાત્રિ જેવા તહેવાર જેમાં વધુ શારીરિક પ્રવૃતિ થતી હોય છે અને દરેકની દિનચર્યા પણ બદલાય છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર થાય છે. કોરોના બાદ મોત થવાના કિસ્સા વધવા મામલે વેક્સિનેશન પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે તબીબોનું માનવું છે કે યુવાનો કોરોના દરમ્યાન વધુ આળસુ બન્યા હતા અને તેના બાદ અચાનક શારીરિક પ્રવૃત્તિ વધારી દેતા તેમના શરીર પર અસર થઈ છે. અને સંભવત આ જ કારણોસર યુવાનોના મોત થઈ રહ્યા હોવાનું અનુમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પંચમહાલના ઘોઘંબામાં SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું

આ પણ વાંચો: અમદાવાદમાં ગાંજાની ખેતીનો મામલો ફ્લેટમાં યુવક-યુવતીએ કરી હતી ગાંજાની ખેતી સરખેજના લકઝુરિયસ ફલેટમાં ગાંજાનું વાવેતર ગાંજાની ખેતી કેવી રીતે અને કયારે કરી તેની તપાસ વિદેશમાંથી ગાંજાનો

આ પણ વાંચો: પંચમહાલ:શહેરામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું બલુજીના મુવાડા ગામેથી ઝડપાયું વાવેતર SOGની ટીમે દરોડો પાડી એકની ધરપકડ કરી 6.65 લાખની કિંમતનો 66.53 કિલોગ્રામ ગાંજો કબ્જે