દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, જેની ચર્ચા ઝડપથી થઈ રહી છે. મળતી માહિતી મુજબ ફ્લાઇટમાં 40 વર્ષીય પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે. આ સંબંધમાં એક અધિકારીએ જણાવ્યું કે તે વ્યક્તિ ફ્લાઈટમાં નશાની હાલતમાં હતો અને તે ફ્લાઈટના ઈમરજન્સી ડોર ફ્લેપને ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના 7 એપ્રિલના રોજ સવારે 7.56 વાગ્યાની છે. ઉપરોક્ત ઘટના IGI એરપોર્ટથી ઉડતી ઈન્ડિગો 6E 308માં જોવા મળી હતી.
આ ઘટના વિશે ઈન્ડિગો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ફ્લાઈટમાં પેસેન્જર નશાની હાલતમાં ઈમરજન્સી ડોર ફ્લેપ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઉલ્લંઘનની જાણ થતાં, બોર્ડ પરના ક્રૂએ કેપ્ટનને ચેતવણી આપી અને બેંગલુરુ પહોંચ્યા પછી મુસાફરને CISFને સોંપવામાં આવ્યો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
આપને જણાવી દઈએ કે ઈન્ડિગોમાં આવા ઘણા કિસ્સાઓ પહેલા પણ જોવા મળી ચૂક્યા છે. 1 એપ્રિલના રોજ, બેંગકોકથી મુંબઈ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં કથિત છેડતીના સમાચાર આવ્યા હતા. આ પહેલા 26 માર્ચે ઈન્ડિગો ગુવાહાટી-દિલ્હી ફ્લાઈટમાં નશામાં ધૂત વ્યક્તિને ઉલટી થઈ હતી. 22 માર્ચની વાત કરીએ તો આ દિવસે દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બે મુસાફરોએ દારૂ પીવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે, 26 નવેમ્બર 2022 ના રોજ, ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા પેસેન્જર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ સમયે નશામાં ધૂત વ્યક્તિએ વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો.
આ પણ વાંચો:માફિયા ડોન અતીક જેલમાંથી આવ્યો બહાર, હવે યુપીમાં આ કેસમાં થશે હિસાબ-કિતાબ
આ પણ વાંચો:અતીક અહેમદ યુપી કેમ જવા માંગતો ન હતો? જાણો કારણ
આ પણ વાંચો:એન્કાઉન્ટરના ભય વચ્ચે યુપી પોલીસ અતીક અહેમદને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવશે
આ પણ વાંચો:અંગદાન કરનાર છોકરીના માતા-પિતા સાથે પીએમ મોદીએ કરી વાત, 39 દિવસની ઉંમરે થયું હતું મોત
આ પણ વાંચો:સાંસદ છીનવાયા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટરનો બદલ્યો બાયો, લખ્યું- Dis’Qualified MP
