murder case/ સંપત્તિના વિવાદને લઈને પુત્રએ કરી પિતાની હત્યા

પોલીસે ધરપકડ કરી ત્યારે નસામાં હતો આરોપી

Top Stories India

 Delhi News : પૂર્વ દિલ્હીમાં નંદનગરી વિસ્તારમાં સંપત્તિના વિવાદને લઈને પોતાના પિતાની મારઝૂડ કરીને હત્યા કરવાના આરોપમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી અરૂણ ની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તે નશામાં હતો. તેના કપડા પર લોહીના ડાઘા હતા.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “બુધવારના લગભગ બે વાગ્યે એક પીસીઆર કૉલ મારફતે ઘટનાની માહિતી મળી હતી.

બાદમાં પોલીસને ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે પીડિત કેહર સિંહ (65 વર્ષ) તેમના શરાબી પુત્ર અરુણની સાથે રહે છે.” પોલીસના જણાવ્યા મુજબ અરૂણ જીટીબી હોસ્પિટલમાં સિવિલ અર્દલીના રૂપમાં કાર્ય કરે છે. તે નિયમિત રૂપથી કામ પર જતો ન હતો. મૃત્યુક કેહરના મોટા પુત્ર રામ બહાદુરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, તેના પિતા અને અરુણના વચ્ચે વારંવાર ઝગડા થતા હતા. અરુણ ઈચ્છતો હતો કે તેના પિતા તેમની તમામ સંપત્તિ તેના નામે કરી દે. પોલીસના જણાવ્યા મુજબ સંપ્તિ મામલે બન્ને વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો.. જેમાં આરોપી અરઊમે તેના પિતાના માથામાં ડંડા અને ઈંટો વડે હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું. એફએસએલની ટીમે ઘટનાસ્થલે જઈને તપાસ કરી હતી. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : શું જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે થઈ રહી છે ઘૂસણખોરી, પાકિસ્તાની આતંકવાદીઓ રચી રહ્યા છે ષડયંત્ર

આ પણ વાંચો : PM મોદી આજે ઇટલી જશે, G7 સમિટમાં ભાગ લેશે, જ્યોર્જિયા મેલોની સાથે પણ કરશે મુલાકાત

આ પણ વાંચો : રામનગરીમાં ફ્લાયઓવર બનાવવાનો પ્રસ્તાવ રદ્દ