Not Set/ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે લીઘી હાર્દિક પટેલની મુલાકાત, સ્વામી અગ્નિવેશે કરી હાર્દિકની પ્રસંશા

અમદાવાદ, હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 15મો દિવસ છે. હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને સ્વામી અગ્નિવેશે હાર્દિકે પટેલની મુલાકાત લીધી હતી. હાર્દિક પટેલની મુલાકાત લઈ તેમને તેના ખબર અંતર પૂછયા હતા. ત્યાર સ્વામી અગ્નિવેશે પત્રકારો સાથે વાતચીત કરતા હાર્દિક પટેલની પ્રસંશા કરી હતી. તો આ સાથે સ્વામી અગ્નિવેશે હાર્દિકની તબિયત અંગે ચિંતા […]

Top Stories Ahmedabad
mantavya 87 આચાર્ય પ્રમોદ કૃષ્ણમે લીઘી હાર્દિક પટેલની મુલાકાત, સ્વામી અગ્નિવેશે કરી હાર્દિકની પ્રસંશા

અમદાવાદ,

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 15મો દિવસ છે. હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને સ્વામી અગ્નિવેશે હાર્દિકે પટેલની મુલાકાત લીધી હતી.

હાર્દિક પટેલની મુલાકાત લઈ તેમને તેના ખબર અંતર પૂછયા હતા. ત્યાર સ્વામી અગ્નિવેશે પત્રકારો સાથે વાતચીત કરતા હાર્દિક પટેલની પ્રસંશા કરી હતી. તો આ સાથે સ્વામી અગ્નિવેશે હાર્દિકની તબિયત અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

આચાર્ય પ્રમોદ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ આમરણાંત ઉપવાસી હાર્દિકને મળવા માટે એસજીવીપી હોસ્પિટલ પહોંચ્યા હતા.

હાર્દિકને મળીને આચાર્ય પ્રમોદ તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે સ્વામી અગ્નિવેશે તેની લડાઈને જુસ્સાથી લડવા માટે પ્રસંશા કરી હતી.

લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. મુલાકાતે આવેલા શરદ યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું.

મહત્વપૂર્ણ છે કે, હાલ હોસ્પિટલમાં દાખલ થયેલ હાર્દિકની તબિયત હાલ સુધારા પર છે. હાર્દિકે જળનો ત્યાગ કર્યો હતો. જે બાદ આજે શરદ યાદવને હાથે હાર્દિક પટેલે પાણી પીધું છે. નોંધનીય છે કે ગઢડાના એસ.પી સ્વામીના આગ્રહને માન આપી હાર્દિકે પહેલા પણ પાણી પીધુ હતું.