Heart Attack/ રાજકોટમાં હાર્ટએટેકના કારણે 24 કલાકમાં 4 વ્યક્તિના મોત નિપજયા

રાજકોટમાં હાર્ટએટેકથી મૃત્યુ પામનાર આ ચારેય વ્યક્તિઓ ફ્રુટ વેચનાર કાંતિલાલ, શાકભાજીની લારી ચલાવતા મધુભાઈ, કારખાનામાં કામ કરનાર રમેશ અમીપરા અને ડ્રાઈવર રઘુભાઈ પોતાનું રોજિંદું કાર્ય કરતા હતા ત્યારે હૃદયરોગના હુમલાનો શિકાર બન્યા.

Gujarat Top Stories Rajkot
Heart attack 2 રાજકોટમાં હાર્ટએટેકના કારણે 24 કલાકમાં 4 વ્યક્તિના મોત નિપજયા

રાજ્યમાં હાર્ટએટેકથી મોત થયાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજકોટમાં હાર્ટએટેકથી છેલ્લા 24 કલાકની અંદર 4 વ્યક્તિના મોત નિપજયા. રાજકોટમાં ફ્રૂટ વેચનાર, શાકભાજીની લારી ચલાવનાર, કારખાનામાં કામ કરનાર અને એક ડ્રાઈવરનું હાર્ટએટેકના કારણે મોત થયું. હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ઘટનાઓ વધતા લોકો પણ વધુ ચિંતિત બન્યા છે.

રાજકોટમાં ફ્રુટ વેચનાર કાંતિલાલ, શાકભાજીની લારી ચલાવતા મધુભાઈ, કારખાનામાં કામ કરનાર રમેશ અમીપરા અને ડ્રાઈવર રઘુભાઈનું હાર્ટ એટેકથી મોત નિપજયા. આ તમામ માણસો વધુ પડતો શ્રમ કરતા નહોતા પરંતુ પોતાની રોજિંદી કામગીરી જ કરતા હતા ત્યારે હૃદયરોગના હુમલાનો શિકાર બન્યા. અનેક વખત જોવા મળ્યું કે લોકો જીમ અને ગરબામાં વધુ પડતા શ્રમના કારણે હાર્ટએટેકનો શિકાર બને છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં યોગ તેમજ ઘરના રોજિંદા કાર્ય કરતા પણ લોકો હૃદયરોગના હુમલાનો શિકાર બન્યો હોવાનું સામે આવ્યું છે. દિનપ્રતિદિન હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ઘટનાઓ વધતા તબીબોમાં પણ ચિંતા પેઠી છે.

ડ્રાઈવર રઘુભાઈ શિયાળિયા રૈયાધારના બંધસીધર પાર્કમાં રહે છે. 54 વર્ષીય રઘુભાઈ રવિવારે રાત્રે ઘરમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડયા બાદ અચાનક બેભાન થતા કુટુંબીજનો તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. શાકભાજીની ફેરી કરનાર મધુભાઈ રવિવારે સાંજે રિક્ષામાં શાકભાજી ભરી મોચી બજારમાં આવ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડયા બાદ બેભાન થઈ ગયા. તેમને પણ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા. પરંતુ હોસ્પિટલ પંહોચતા પહેલા જ રસ્તામાં જ મધુભાઈ હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામ્યા.

કારખાનામાં કામ કરનાર રમેશભાઈ ઉદ્યોગ નગર ખાતે આવેલ કારખાનામાં કામ કરતા અચાનક ઢળી પડ્યા. 55 વર્ષીય રમેશભાઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ એટેકના કારણે મૃત્યુ પામ્યા. 24 કલાકમાં હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ચોથી ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ મધ્યપ્રદેશનો ડ્રાઈવર છે. મધ્યપ્રદેશના આ ડ્રાઈવર જેનું નામ કાંતિલાલ મેઘવાળ છે. ડ્રાઈવર કાંતિલાલ ગાડીમાં ફ્રૂટ ભરી મધ્યપ્રદેશથી રાજકોટના મેંગો માર્કેટમાં વેપાર અર્થે આવ્યો હતો. રાજકોટના રોકાણ દરમ્યાન ડ્રાઈવર સૂઈ ગયા બાદ બીજા દિવસે ના ઉઠતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યો. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે ડ્રાઈવરનું મૃત્યુ થવા પાછળ હાર્ટએટેક હોવાનું કારણ આપ્યું. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં જ 4 વ્યક્તિઓના હાર્ટએટેકથી મોત નિપજતા લોકોમાં ભય ફેલાયો છે.