પાકિસ્તાન/ કરતારપુર સાહિબમાં તૈનાત સુરક્ષાક્મીઓએ ગુરૂદ્વારની અંદર ડાન્સ કરતા શીખ સમુદાયમાં ભારે રોષ,કડક કાર્યવાહીની કરી માંગ

ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પાકિસ્તાનના ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં તૈનાત સુરક્ષાકર્મીઓનો ગુરુદ્વારાની અંદર ડાન્સ કરતા વીડિયો વાયરલ થવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે

Top Stories World
4 33 કરતારપુર સાહિબમાં તૈનાત સુરક્ષાક્મીઓએ ગુરૂદ્વારની અંદર ડાન્સ કરતા શીખ સમુદાયમાં ભારે રોષ,કડક કાર્યવાહીની કરી માંગ

પાકિસ્તાન ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પાકિસ્તાનના ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં તૈનાત સુરક્ષાકર્મીઓનો ગુરુદ્વારાની અંદર ડાન્સ કરતા વીડિયો વાયરલ થવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. શીખ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો છે, અને આ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં એક વીડિયો જોર જોરથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાનના ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં પોસ્ટ કરાયેલ પીએમયુ વાઈરલ થઈ રહ્યો છે. ગુરુદ્વારાની સુરક્ષામાં તૈનાત ગુરુદ્વારાના સુરક્ષાકર્મીઓ ગુરુદ્વારાની અંદર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો ક્યારે બન્યો તેની પુષ્ટિ નથી થઈ રહી, પરંતુ આ વીડિયોના વાઈરલ થવાને કારણે પાકિસ્તાનની સાથે સાથે ભારતના શીખોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ આ વીડિયોને લઈને પાકિસ્તાનના વડાપ્રધાનને ફરિયાદ કરી છે અને આરોપી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.