રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે. વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે અન્યથા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે.
આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
જેમાં આજે તા. ૧૮/૦૪/૨૦૨૧ ના રોજ ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા કુલ ૨૨ ચા-પાન અને હોટેલોને સાત (૭) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં…
૧. મોમાઈ ફાસ્ટ ફુડ, યાજ્ઞિક રોડ.
૨. જય નકળંગ ટી સ્ટોલ, યુનિવર્સિટી રોડ
૩. જય મોમાઈ ટી સ્ટોલ, હલફેડ સ્કૂલ સામે.
૪. ક્રિષ્ના ડિલકસ પાન & કોલ્ડ.
૫. ૐ ડિલકસ પાન, પેડક રોડ.
૬. બાલાજી પાન, યુનિવર્સિટી રોડ
૭. દ્વારકાધીશ પાન,યુનિવર્સિટી રોડ
૮. બજરંગ પાન,યુનિવર્સિટી રોડ
૯. આશાપુરા પાન,યુનિવર્સિટી રોડ
૧૦. મોમાઈ ટી & પાન, માર્કેટિંગ યાર્ડ.
૧૧. શક્તિ ટી સ્ટોલ, કાલાવાડ રોડ.
૧૨. ડેનિમ વર્ડ, લાખાજીરાજ રોડ.
૧૩.ચામુંડા પાન& ટી સ્ટોલ, મુંડાનગર.
૧૪. નકલંક હોટલ, યુનિવર્સિટી રોડ.
૧૫.રાજમંદિર કોલડ્રીંકસ, પેલેસ રોડ.
૧૬.કિશન પાન, કનક રોડ.
૧૭.ખેતલાઆપા ટી સ્ટોલ, ત્રિકોણબાગ
૧૮. બાલાજી ફરસાણ & સ્વીટ, માંડા ડુંગર
૧૯. બાલાજી રેસ્ટોરન્ટ, આજીડેમ ચોકડી.
૨૦.ડિલકસ પાન & કોલ્ડ. જવાહર રોડ.
૨૧.નકલંકપાન & કોલ્ડ. લક્ષ્મીનગર રોડ.
૨૨.ડિલકસ પાન,શક્તિ ટી સ્ટોલનો સમાવેશ થાય છે જે સાત (૭) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.