બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે ગત રોજ એક જ દિવસમાં રેતી ચોરી કરતા પાંચ ડમ્પર ઝડપી પાડી રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી રૂ 12 લાખનો દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી વર્ષે દહાડે કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપવાનું કામ કરાઈ રહ્યું છે ત્યારે ગતરોજ ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટિમ સરકારી અને ખાનગી ગાડીમાં ચેકિંગ હાથ ધરતા ડીસાના બટાકા સર્કલ પાસેથી એક ગાડી રેતી ભરેલી ઝડપી પાડેલ.
રૂ 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી ૧૨ લાખનો દંડ વસુલ માટે કાર્યવાહી
જ્યારે એક ગાડી આખોલ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડેલ અને ત્રણ ગાડી જેરડા પાસેથી એમ કુલ પાંચ ગાડી રેતી ચોરી કરતા ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસ મથકે આવેલ અને રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી રૂ 12 લાખનો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરેલ.
ભૂસ્તરશાસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ ઓચિંતી ચેકિંગ હાથ ધરતા ખનીજ માફિયાઓ અને રેતી ચોરી કરતા ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભૂસ્તર વિભાગ ની ટીમે કુલ પાંચ ડમ્પર ઝડપી પાડેલ જેમાં GJ 08 Y 1845,GJ 08 AY 0614,GJ 03 BV 6936,GJ 08 AU 4198,RJ 19 GF 4530 આમ કુલ પાંચ ડમ્પર કબ્જે કરી રૂ 12 લાખ નો દંડ ફટકારેલ.બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે અમારી ટિમ ખાનગી અને સરકારી આમ બે વાહનો માં બે ટિમો બનાવી ચેકીંગ હાથ ધરતા પાંચ વાહનો રેતી ચોરી કરતા ઝડપી પાડેલ છે અને હજુ અમારી ટિમ ખનીજ ચોરી ઝડપવા અલગ અલગ વાહનો માં બેસીને પણ ખનીજ ચોરી જડપવા ની કાર્યવાહી હાથ ધરાઈ છે.અગાઉ ડમ્પર માં બેસીને પણ ખનીજ ચોરી જડપવામાં અમને સફળતા મળી હતી.