Navaratri 2023/ નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રમીને થાકી ગયા છો, તો આ રીતે ઉતારો થાક

નવરાત્રિમાં પગનો થાક દૂર કરવા અને તેની સુંદરતા વધારવા પાર્લરમાં જઈ પેડીક્યોર કરાવવું. ઘરે પગનો થાક ઊતારવા માટે તેમજ પગના તળિયામાં જો બળતરા થતી હોય તો એક નાના ટબમાં છાશ લઈ તેમાં થોડું પાણી મીક્સ કરી થોડીવાર પગ તેમાં બોળી રાખવા.

Navratri celebration Health & Fitness Navratri culture Trending Lifestyle
YouTube Thumbnail 2023 10 21T171428.859 નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રમીને થાકી ગયા છો, તો આ રીતે ઉતારો થાક

નવરાત્રિની સમાપ્તી થઇ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે ખૈલેયાઓને થાક લાગવાનો.એ સિવાય નવરાત્રિ પછી ત્વચા કે હેરમાં પણ નાની મોટી સમસ્યા ઉભી થતી હોવાના ઘણાં બનાવો આપણે સાંભળતા હોઇએ છીએ.અહીં નવરાત્રિનો થાક ઉતારવાની ટીપ્સ આપવામાં આવી છે.

નવરાત્રિમાં પાર્ટી પ્લોટોમાં ફ્લશ લાઇટથી આંખો થાકી જતી હોય છે.આવી થાકેલી આંખો માટે બે ગ્રીન ટી બેગ્સને ઠંડા પાણીમાં બોળી રાખો. પછી એ પાણીમાં બટાકાનો રસ અને એલોવેરા જેલ ભેળવીને આંખ પર એ ટી બેગ્સને પાંચથી દસ મીનીટ મૂકી રાખો.આ પાણી બેથી ત્રણ દિવસ ઉપયોગમાં લઈ શકાય.આવું કરવાથી રીઝલ્ટ મળશે.

નવરાત્રિમાં પગનો થાક દૂર કરવા અને તેની સુંદરતા વધારવા પાર્લરમાં જઈ પેડીક્યોર કરાવવું. ઘરે પગનો થાક ઊતારવા માટે તેમજ પગના તળિયામાં જો બળતરા થતી હોય તો એક નાના ટબમાં છાશ લઈ તેમાં થોડું પાણી મીક્સ કરી થોડીવાર પગ તેમાં બોળી રાખવા. બળતરા જરૂર ઓછી થશે.

ઓલિવ ઓઈલ કે કોકોનટ ઓઈલને હૂંકાળુ ગરમ કરી તેનાથી પગ પર માલીશ કરવાથી થાક ઉતરી જશે. ઉપરાંત પગની સ્કીન સુંવાળી અને ચમકીલી બનશે.

નવરાત્રિમાં ગરબા રમતી વખતે માથામાં પણ ખૂબ પરસેવો થાય છે અને ધૂળથી પણ વાળ ખરાબ થાય છે એટલે રોજ વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈને કન્ડીશનર કરવું.

એલોવેરા જેલમાં લીંબુનો રસ ભેળવીને પાંથીએ પાંથીએ લગાવી ઓવરનાઈટ રાખવું. સવારે હેર વોશ કરવા. એનાથી ખોડો દૂર થાય છે.

બે- ત્રણ દિવસે હૂંફાળા તેલથી હેરમાં માલીશ કરી હોટટોવેલ ટ્રીટમેન્ટ કરવી. એક કલાક બાદ હેરવોશ કરવા. આમ કરવાથી હેરફોલ થતા ઓછા થઈ જશે.

નવરાત્રિ પછી ફ્રૂટ જ્યુસ, ફ્રેશ ફ્રૂટ અને પાણી વધુ માત્રામાં લેવા જોઈએ. રાત્રે જંક ફૂડ ખાવાનું ટાળો.

રાત્રે ગમે એટલા થાક્યા હોવ, તો પણ ચહેરા પરથી મેક-અપ સંપૂર્ણપણે ક્લીન કર્યા પછી જ સૂવા જાઓ. જો મેક-અપ રીમુવ નહીં કરો તો સ્કીન પ્રોબ્લેમ વધી જશે.

જો તમને ઓર્નામેન્ટથી એલર્જી થતી હોય તો ઓર્નામેન્ટ પહેરતાં પહેલાં એ ભાગ પર ફાઉન્ડેશન અને પાઉડરનું થીક લેયર કરવું અથવા સ્કીન એલર્જી માટેનું એન્ટી એલર્જી ક્રીમ લગાવવું.


whatsapp ad White Font big size 2 4 નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રમીને થાકી ગયા છો, તો આ રીતે ઉતારો થાક


આ પણ વાંચો: જો તમે કમરના દુખાવાથી પરેશાન છો, તો જાણો તમારી કરોડરજ્જુની કેવી રીતે કાળજી રાખવી

આ પણ વાંચો: ‘તડકાવાળી’ ‘ચા’નો વીડિયો વાયરલ થતા લોકોએ કરી રહ્યા છે કોમેન્ટ

આ પણ વાંચો: પુરૂષોનું ગર્ભનિરોધક ઈન્જેક્શન ICMRના પરીક્ષણમાંથી પસાર થયું, જાણો તે કેવી રીતે કામ કરે છે

આ પણ વાંચો:ફક્ત મહિલાઓ નહિ પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો કિસ્સો