16 જાતની સામગ્રી નાખી બનાવી ‘તડકાવાળી’ ‘ચા’
ભારતના લોકોની સવાર ‘ચા’થી થાય છે. લોકો સુસ્તી દૂર કરવા ‘આદુ’ અથવા ‘તુલસી’ નાખેલી ચા પીવાનું વધુ પસંદ કરે છે. આજકાલ લોકોમાં બ્લેક ટી અને હર્બલ ટી સેવન કરવાનું પ્રમાણ વધ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામાં ‘ચા’નો વીડિયો વાયરલ થયો છે જેમાં લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ચાના વીડિયોમાં કોઈ યુઝર પૂછી રહ્યા છે કે આ ‘ચા છે કે દાળ મખાની’.
ભારતમાં મોટાભાગના લોકોને સવારે ચા પીવાનું વળગણ હોય છે. જ્યાં સુધી તેઓ ‘ચા’ના પીવે ત્યાં સુધી તેમના દિવસની શરૂઆત થતી નથી. ચાને વધુ સ્વાદિષ્ટ બનાવવા આદુ, તુલસી, ઇલાયચી અને ચાના મસાલા જેવી સામગ્રી ઉમેરવામાં આવે છે. જ્યારે હાલમાં એક વીડિયો વાયરલ થયો છે તેમાં એક માણસે 16 પ્રકારના મસાલા ઉમેરી તડકાવાળી ચા બનાવી. આ તડકાવાળી ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો રમૂજ કરતી કમેન્ટ કરી રહ્યા છે.
ચા ભારતીયોનું મનપસંદ પીણું છે. તમામ ઘરોમાં સવારે ‘બેડ Tea’ થી શરૂઆત થાય છે અને કોલેજ જતા યુવાનો પણ ‘ચાય પે ચર્ચા’ કરી મિત્રો સાથે સમય પસાર કરતા હોય છે. આદુ અને ફુદીનાવાળી ચા વિશે તો તમામે સાંભળ્યું હશે પરંતુ શું કોઈએ તડકા વાળી ચા વિશે નહિ સાંભળ્યું હોય જે બટરને ટેમ્પિંગ કરીને બનાવવામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર તડકા વાળી ચાનો વીડિયો વાયરલ થઈ રહ્યો જેમાં એક વ્યક્તિ ચામાં 16 પ્રકારના મસાલા અને માખણ નાખીને ચા બનાવતો જોવા મળે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિએ ચામાં જે મસાલા નાખ્યા છે તે સામાન્ય રીતે શાકભાજી, કઠોળ અથવા તો પંજાબી શાક બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ માણસ પહેલા ચામાં માખણનો ટુકડો નાખ્યા બાદ દૂધ અને ગુલાબના પાન ઉમેરે છે. તેના બાદ અન્ય 16 પ્રકારના મસાલા ઉમેરે છે અને છેલ્લે ચા પત્તી, ખાંડ અને બદામ નાખી ચા ઉકાળ્યા બાદ ચાળણીમાં ગાળી લે છે. પછી તેનો ટેસ્ટ કરતા બોલે છે કે ખૂબ ટેસ્ટી ચા બની છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
