Not Set/ રાણપુરમાં મોડી રાત્રે વગર મંજૂરી ગેસપાઇપનું કામ શરૂ કરતાં ખેતરમાં ઘૂસી આવેલા માણસોને ખેડુતોએ ભગાડ્યા

કેટલાક ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતોએ કામગિરી અટકાવતા HPCL કંપનીના પેટા કોન્ટ્રાક્ટરો ખેડૂતો ને ધમકીઓ આપવા હવે અસામાજિક ઈસમોને સાથે રાખી રહી છે.

Gujarat Trending
RANPUR 1 રાણપુરમાં મોડી રાત્રે વગર મંજૂરી ગેસપાઇપનું કામ શરૂ કરતાં ખેતરમાં ઘૂસી આવેલા માણસોને ખેડુતોએ ભગાડ્યા

બનાસકાંઠાના ગામડાઓમાંથી પસાર થતી HPCL કંપનીની ગેસપાઇપલાઈનમાં કેટલાક બિન અધિકૃત ઈસમો ખેડૂતોને ધમકી અને દાદાગીરી કરતા ખેડૂતો રોષે ભરાયા છે.ગતરોજ રાણપુર ખેડૂત ની મંજૂરી વગર પ્રવેશ કરી કામ શરૂ કરતાં ખેડૂતોએ કામગીરીને અટકાવી હતી.બાડમેર થી પાલનપુર જતી HPCL કંપની ની પાઇપ લાઈન અનેક ગામડાઓમાંથી પસાર થયા છે અને ખેડૂતો ની પૂર્વ મંજૂરી અને વળતર બાદ મળતા ખેડૂતો પાઇપ લાઈન નાખવા આપે છે, પંરતુ કેટલાક ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતોએ કામગિરી અટકાવતા HPCL કંપનીના પેટા કોન્ટ્રાક્ટરો ખેડૂતો ને ધમકીઓ આપવા હવે અસામાજિક ઈસમોને સાથે રાખી રહી છે.

RANPUR 2 રાણપુરમાં મોડી રાત્રે વગર મંજૂરી ગેસપાઇપનું કામ શરૂ કરતાં ખેતરમાં ઘૂસી આવેલા માણસોને ખેડુતોએ ભગાડ્યા

ગતરોજ રાણપુર દિપક દવે ના ખેતર પર મશીનરી લાવી પાઇપ લાઈન નું કામ શરૂ કરતાં ખેતર માલિક ના ભાગીયા એ શેઠ આવ્યા બાદ કામ શરૂ કરવા જણાવેલ અને વળતર આપવા ખેડૂતોએ રજુઆત કરેલ હતી, ત્યારે HPCL ના પેટા કોન્ટ્રાક્ટર એ કેટલાક અસામાજિક અને બીનઅધિકૃત ઈસમો આવી અને કહેવા લાગેલ કે અમે કંપનીના માણસો છો કામ કરવા આપો નહીતો ભારે પડશે તેવી ધમકી આપી. કામ શરૂ કરતાં ખેતર માલિક એ મીડિયાને બોલાવી હતી જોકે મીડિયા ને જોઈને ઈસમો ભાગી ગયા હતા, અને ખેતર માલિક ના ભાગીયા ને ધમકી પણ આપી હતી કે હવે તને જોઈ લઈશ આમ HPCL ના નામે અસામાજિક ઇસમોને મોકલી ખેડૂતોને ધમકીઓ આપતા ખેડૂતો રોષે ભરાયા હતા.

RANPUR 2 રાણપુરમાં મોડી રાત્રે વગર મંજૂરી ગેસપાઇપનું કામ શરૂ કરતાં ખેતરમાં ઘૂસી આવેલા માણસોને ખેડુતોએ ભગાડ્યા

 

આ બાબતે ખેતરના ભાગીયા છગન ઠાકોરએ જણાવ્યું હતું કે રાત્રે પણ કેટલાક ઈસમો ગાડી લઈને ખેતરમાં આવ્યા હતા અને ધમકીઓ આપી હતી અને આજે ફરી અમે HPCL કંપનીના માણસો છીએ તેવું કહી અમને વળતર ચૂકવ્યા વગર કામ કરવા ધમકી આપે છે. અને પત્રકારોને જોઈને ભાગી ગયા ત્યારે પણ તને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી ત્યારે અમો એ પોલીસ ને અરજી પણ આપી છે.જોકે આગાઉ પણ વળતર ચૂકવ્યા વગર કામ શરૂ કરતાં ખેડૂતોએ કામ અટકાવ્યું હતું ત્યારે વળતર ની ચુકવણી કરવામાં આવી હતી ત્યારે હાલ પણ ખેડૂતો કામનો વિરોધ નહીં માત્ર વળતર આપવાની માંગ સાથે કામ અટકાવ્યુ છે ત્યારે વહેલી તકે વળતર ચુકવણી કરી કામ શરૂ કરવું જોઈએ.

RANPUR 4 રાણપુરમાં મોડી રાત્રે વગર મંજૂરી ગેસપાઇપનું કામ શરૂ કરતાં ખેતરમાં ઘૂસી આવેલા માણસોને ખેડુતોએ ભગાડ્યા

બાડમેર થી પાલનપુર જતી આ HPCL ની ગેસની પાઇપ લાઈનમાં ખેડૂતો માત્ર વળતર ચુકવણીની માંગ કરી રહ્યા છે, પરંતુ કંપનીના પેટા કોન્ટ્રાક્ટરો વળતર પહેલા આપવાની જગ્યાએ સ્થાનિક માથાભારે ઇસમોને મજૂરીએ રાખી ધમકીઓ આપી ખેડૂતોના ખેતરમાં પ્રવેશતા વિવાદ થઈ રહ્યો છે, ત્યારે રાજય કક્ષાએ નિમાયેલ પાલનપુર નાયબ કલેકટર શિવરાજ ગિલવા એ આ બાબતને ગંભીરતાથી લઈને આવા તત્વો અને પેટા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ.

sago str 10 રાણપુરમાં મોડી રાત્રે વગર મંજૂરી ગેસપાઇપનું કામ શરૂ કરતાં ખેતરમાં ઘૂસી આવેલા માણસોને ખેડુતોએ ભગાડ્યા