ગુજરાત/ કોરોના વેકિસનના 10 કરોડ ડોઝનો લક્ષ્યાંક પાર કરનાર ગુજરાત રાજ્યની અનોખી સિદ્ધિ

ગુજરાતે 10 કરોડ ડોઝ આપવાની આ સિદ્ધિ મેળવવા સાથે પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ 9 લાખ 96 હજાર 7ર4 વેક્સિન ડોઝ આપીને આ ક્ષેત્રે પણ દેશના મોટા રાજ્યોમાં અગ્રેસરતા મેળવી છે

Gujarat
Untitled 25 કોરોના વેકિસનના 10 કરોડ ડોઝનો લક્ષ્યાંક પાર કરનાર ગુજરાત રાજ્યની અનોખી સિદ્ધિ

રાજયમાં  કોરોનાની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી. જેમાં  લાખો લોકો કોરોનમાં મૃત્યુ પામ્યા  હતા. ત્યારે  સરકાર  દ્વારા   કોરોના સામે રક્ષણ મેળવવા  રસીકરણ અભિયાન શરૂ કરવામાં  આવ્યું  છે. જેનો લાભ દેશના મોટા ભાગના  લોકોએ લીધો ત્યારે  સમગ્ર દેશમાં રસીકરણ નો આંકડો 100 કરોડને પર થઈ ચૂક્યો છે  . ત્યારે એવા ગુજરાત રાજય પણ મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે મેળવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કોરોના વેક્સિનેશનનું સુરક્ષા કવચ આપવા સતત કાર્યરત રહેલા આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સને આ સેવા સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે તા. 16 મી જાન્યુઆરી-ર0ર1થી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:નિયંત્રણોમાં રાહત / આવતીકાલે નવી કોરોના SOP જાહેર થશે ?, નાઇટ કર્ફ્યૂનો સમય 12થી 5નો કરવા વિચારણા

રાજ્ય સરકારે આ વેક્સિનેશન અભિયાનને ઝૂંબેશના સ્વરૂપમાં ઉપાડીને સ્પેશ્યલ સેશન, શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટેજી થકી પ્રાયોરિટી ધોરણે વેક્સિનેશન સહિત હર ઘર દસ્તક અભિયાનથી રાજ્યભરમાં રસીકરણથી બહુધા લોકો રક્ષિત થઇ જાય તેની સતત કાળજી લીધી હતી.

આ સઘન ઝૂંબેશ અને જનજાગૃતિના પ્રયાસો વેગવંતા બનાવી ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના 4 કરોડ 87 લાખ 11,681 એટલે કે 98.8 ટકા લાભાર્થીને પહેલો ડોઝ, 4 કરોડ પ9 લાખ 36 હજાર 481 એટલે કે પાત્રતા પ્રાપ્ત વયજૂથના 9પ.7 ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે.

પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ગુજરાતમાં તા.10મી જાન્યુઆરી-ર0રરથી શરૂ કરીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા 60 વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડ લાભાર્થીઓને આવરી લઇને 16 લાખ ર1 હજાર 138 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્રતયા રાજ્યમાં 10 કરોડથી વધુ વેક્સિનેશન ડોઝ તા.8મી ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાયા છે.

ગુજરાતે 10 કરોડ ડોઝ આપવાની આ સિદ્ધિ મેળવવા સાથે પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ 9 લાખ 96 હજાર 7ર4 વેક્સિન ડોઝ આપીને આ ક્ષેત્રે પણ દેશના મોટા રાજ્યોમાં અગ્રેસરતા મેળવી છે.નાગરિકોને વેક્સિનેશન કવચથી આવરી લેવા 1ર હજારથી વધુ તાલીમબદ્ધ વેક્સિનેટરની સેવાઓ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો:લાલૂ ઉવાચ / દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે… હિજાબ વિવાદ વધવા પર લાલૂએ કહ્યું,