Not Set/ મોરબીનાં જોન્સનગરમાં જુગાર રમતા 11 શખ્સોને રૂ. 4.60 લાખની રોકડ સાથે LCB એ ઝડપ્યા

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નાં પી.આઈ. વી.બી.જાડેજાને મોરબીમાં જુગારની બદી સદંતર નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા પીએસઆઈ એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફનાં પેટ્રોલીંગ હતા.

Gujarat Others Uncategorized
1 448 મોરબીનાં જોન્સનગરમાં જુગાર રમતા 11 શખ્સોને રૂ. 4.60 લાખની રોકડ સાથે LCB એ ઝડપ્યા

@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નાં પી.આઈ. વી.બી.જાડેજાને મોરબીમાં જુગારની બદી સદંતર નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા પીએસઆઈ એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફનાં પેટ્રોલીંગ હતા.

એલ.સી.બી. પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા તથા શકિતસિંહ લખધીરસિંહ ઝાલાને મળેલી બાતમીનાં આધારે લાતી પ્લોટ જોન્સનગર ખ્વાજા પેલેસની પાછળ આરોપી ઇમરાન ઇકબાલ જેડા રહે. મોરબી જોન્સનગર વાળો પોતાના કબજા ભોગવટા વાળી ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય ત્યારે રેડ દરમ્યાન આરોપીઓ (1) ઇમરાન ઇકબાલ જેડા/મિયાણા ઉ.વ.27 રહે લાતી પ્લોટ ખવાજા પેલેસની બાજુમાં (2) હુશેનભાઇ અલારખાભાઇ શેખસિપાઇ ઉ.વ.27 રહે મકરાણીવાસ બ્રાહ્મણની ભોજનશાળા પાછળ (3) અસ્લમ સલીમભાઇ ચાનીયા/સંધી ઉ.વ.38 રહે કાલીકા પ્લોટ શેરી નં.-02 ઇન્ડીયા પાનની બાજુમાં (4) આશીક ઉર્ફે ખંજાર ઇકબાલભાઇ માડકીયાઘાંચી ઉ.વ.22 રહે ઘાંચીશેરી ફારૂકી મસ્જીદ પાસે (5) અકીલ ઇસ્માઇલ વકાલીયામોમીન ઉ.વ.21 રહે ચંદ્રપુર ગુલશનપાર્ક સોસાયટી તા વાંકાનેર (6) ઇસ્માઇલ યારમહમદ બ્લોચમકરાણી ઉ.વ.૨૭ રહે. મકરાણીવાસ, સબજેલ પાછળ (7) મુસ્તુફા દાદુભઇ દાવલીયા પીંજારા ઉ.વ.21 રહે. મકરાણીવાસ બ્રાહ્મણની ભોજન શાળા સામે (8) સંદિપ ઉર્ફે જગદિશભાઇ શેરસીયા/પટેલ ઉ.વ.30 રામજીમંદિરની પાછળ, (9) ઇરફાન અલારખા ચીંચોદરા/ધાંચી ઉવ.41 રહે સથવારા બોર્ડીંગ પાછળ કવાર્ટર નંબર-66 ફૂડકો પરસોતમચોક પાસે (10) આશીફભાઇ ગફારભાઇ મોવર જાતે મીયાણા ઉ.વ. 20 રહે કાલીકા પ્લોટ સાયન્ટીકફીક રોડ અને (11) સિરાજભાઇ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા ઉ.વ. 33 સો-ઓરડી સહિતનાં 11 શખ્સોને રોકડ રૂપિયા 4,60,000 ઝડપી આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા કલમ-4,5 હેઠળ મોરબી સીટી-એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ દરોડાની કાર્યવાહી માં LCB પી.આઈ. વી.બી.જાડેજા, PSI એન.બી.ડાભી સ્ટાફનાં સંજયભાઇ પટેલ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, દશરથસિંહ ચાવડા તથા નિર્મળસિંહ જાડેજા, વિક્રમભાઇ કુંગસીયા, ભરતભાઇ મિયાત્રા, રણવિરસિંહ જાડેજા, હરેશભાઇ સરવૈયા, અશોકસિંહ ચુડાસમા સહિતીની ટીમ જોડાયેલી હતી.