RMC/ રાજકોટના હાર્દસમા રેસકોર્ષના વિવિધ સ્થળોની મુલાકાત કરતા કમિશનર અમિત અરોરા

બ્યુટીફીકેશન ગેલેરીને અપગ્રેડેશન કરવા સંબધિત અધિકારી સાથે ચર્ચા કરી હતી. બ્યુટીફીકેશન ગેલેરીને આકર્ષિત બનાવવા માટે એન્ટ્રી ગેઈટ બનાવવો, લાઈટીંગનો વધારે ઉપયોગ કરવો તેમજ ચિત્રનગરી સાથે સંકલન કરી ચિત્રો બનાવવા વિગેરે બાબતો પર ચર્ચા કરી હતી.

Gujarat Trending
rescourse1 રાજકોટના હાર્દસમા રેસકોર્ષના વિવિધ સ્થળોની મુલાકાત કરતા કમિશનર અમિત અરોરા

રાજકોટ શહેરની મધ્યમાં આવેલ અને શહેરના હાર્દસમા ગણાતા રેસકોર્ષની આજે તા. ૨૬-૦૮-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ સાથે મુલાકાત કરી વિવિધ સ્થળોની માહિતી મેળવી હતી.

rescourse2 રાજકોટના હાર્દસમા રેસકોર્ષના વિવિધ સ્થળોની મુલાકાત કરતા કમિશનર અમિત અરોરા

ગુજરાત હાઇકોર્ટ / ગુજરાત સરકારની લવજેહાદના મુદ્દે કલમ 5 પર પુન:વિચારણાની અરજી ફગાવતી હાઇકોર્ટ

મ્યુનિ. કમિશનરએ રેસકોર્ષમાં આવેલ સ્વીમીંગ પુલ, બ્યુટીફીકેશન ગેલેરી, પ્લેનેટોરિયમ, લોક વિજ્ઞાન કેન્દ્ર, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, જીમ્નેશીયમ, ફૂટબોલ ગ્રાઉન્ડ, એનર્જી પાર્ક અને આર્ટ ગેલેરીની વિઝિટ કરી માહિતી મેળવી હતી.રાજકોટ રંગીલા શહેરીજનો માટે રેસકોર્ષને વધુ આકર્ષિત બનાવવા માટે મ્યુનિ. કમિશનરશ્રીએ વિવિધ માહિતી મેળવી હતી, તેમજ બ્યુટીફીકેશન ગેલેરીને અપગ્રેડેશન કરવા સંબધિત અધિકારી સાથે ચર્ચા કરી હતી. બ્યુટીફીકેશન ગેલેરીને આકર્ષિત બનાવવા માટે એન્ટ્રી ગેઈટ બનાવવો, લાઈટીંગનો વધારે ઉપયોગ કરવો તેમજ ચિત્રનગરી સાથે સંકલન કરી ચિત્રો બનાવવા વિગેરે બાબતો પર ચર્ચા કરી હતી.

rescourse3 રાજકોટના હાર્દસમા રેસકોર્ષના વિવિધ સ્થળોની મુલાકાત કરતા કમિશનર અમિત અરોરા
આજે મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર. સિંહ અને  ચેતન નંદાણી, એડી. સિટી એન્જી.  એમ. આર. કામલીયા, ડાયરેક્ટર ગાર્ડન્સ એન્ડ પાર્કસ  ડો. કે. ડી. હાપલીયા, સિટી એન્જી.  બી. ડી. જીવાણી, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, આસી. કમિશનર એચ. આર. પટેલ, ડે. એન્જી.  જે. ટી. લોલારીયા, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારૈયા, આસી. મેનેજર દિપેન ડોડીયા અને  ભરત કાથરોટીયા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા અને રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉંડેશનના CEO  રાજદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

rescourse 4 રાજકોટના હાર્દસમા રેસકોર્ષના વિવિધ સ્થળોની મુલાકાત કરતા કમિશનર અમિત અરોરા

sago str 20 રાજકોટના હાર્દસમા રેસકોર્ષના વિવિધ સ્થળોની મુલાકાત કરતા કમિશનર અમિત અરોરા