રામમંદિર/ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકઠું કરવાનું અભિયાન આજથી શરુ, નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ કરશે આટલાં કરોડનું દાન

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે ભંડોળ સમર્પણ અભિયાન શુક્રવારથી દેશભરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિવાદન અને તેમના દ્વારા આપવામાં આવેલા સમર્પણ ભંડોળથી શરૂ થશે.

Top Stories Gujarat
અરવિંદ શર્મા 5 મંદિરના નિર્માણ માટે ભંડોળ એકઠું કરવાનું અભિયાન આજથી શરુ, નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ કરશે આટલાં કરોડનું દાન

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે ભંડોળ સમર્પણ અભિયાન શુક્રવારથી દેશભરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિવાદન અને તેમના દ્વારા આપવામાં આવેલા સમર્પણ ભંડોળથી શરૂ થશે. આ સંદર્ભમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ અને સ્વયંસેવક સંઘનું પ્રતિનિધિ મંડળ આજે રાષ્ટ્રપતિની મુલાકાત લેશે.

શિવરાજે એક લાખ રૂપિયાનો ચેક આપ્યો

મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ભંડોળ સંગ્રહ અભિયાનમાં ભગવાન રામના મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના વિનાયક રાવ દેશમુખને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

પ્રમુખ દાન માંગશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદના સીઈઓ આલોક કુમાર સહિત વિહિપના મુખ્ય નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ નેતાઓ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ પાસે અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા શ્રી રામ મંદિર માટે દાન માંગશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ દાન આપનારા પ્રથમ સહાયક છે અને રાષ્ટ્રપતિ દ્વારા દાન કરવામાં આવેલી રકમ કેટલી હશે તે તરફ સૌ દેશવાસીઓની નજર છે. વીએચપીના સીઈઓ આલોક કુમારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ અભિયાન માટે શુભેચ્છા પાઠવવા માટે સમય માંગવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક નેતાઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પાસેથી દાન માંગશે. રામ મંદિર માટે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ આજથી શરૂ થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત પાંચ લાખથી વધુ ગામના 12 કરોડથી વધુ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, મંદિર બનાવવા માટે ભંડોળ એકત્ર કરવાનું કામ 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદને રામ મંદિર નિર્માણ માટે લોકોનું સમર્પણ અને સમર્થન મળશે. આ સમય દરમિયાન 10 રૂપિયા, 100, 1000 રૂપિયાના કુપન્સ હશે. તે જ સમયે, 2,000 થી વધુ સહકારીઓને એક રસીદ આપવામાં આવશે. આ દાન દ્વારા અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.

ગુજરાતમાં કોણે કેટલું દાન આપ્યું…?

સંઘ અને ભગિની સંસ્થાઓ દ્વારા રામ મંદિર માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે. વીએચપીના પ્રદેશ કાર્યાલય ખાતે રામમંદિર સમર્પણ નિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલે પણ હાજરી આપી હતી.

  • ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા પણ હાજર રહ્યા હતા. અને તેમણે  ૧૧ કરોડ રૂપિયાનો પ્રથમ ચેક  અર્પણ કર્યો છે.
  • જયંતિ ભાઈ કબૂતર વાળા.એ પણ પાંચ કરોડ રૂપિયાનું દાન નોધાવ્યું છે.
  • લવજી ભાઈ બાદશાહ તરફથી એક કરોડ રૂપિયાનું દાન
  • વટવા જીઆઇડીસીવાળા શંકર ભાઈ પટેલે ૫૧ લાખ રૂપિયા અત્યારે છે અને આગામી દિવસોમાં બે કરોડનું દાન કરવાની જાહેરાત કરી છે.
  • રાજા ઇન્ડસ્ટ્રીના દિલીપ ભાઈ તરફથી ૨૧ લાખ રૂપિયા મળ્યા છે.
  • દુર્ગેશ અગ્રવાલ ૨૧ લાખ રૂપિયા
  • પ્રેમ ભાઈ ૫.૫૦ લાખ મળીને કુલ ૧૧ લાખનું દાન
  • જયંતિ પટેલ ૨૧ લાખ
  • જે.એસ પટેલ ૨૧ લાખ
  • ગોરધન ઝડપિયા  તરફથી પાંચ લાખ રૂપિયાનું દાન
  • બાબુ ભાઈ પટેલ તરફથી ૧૧ લાખ
  • કરશેનીતિન પટેલ કરશે નિધિ સમર્પણ
  • ગૌરાંગ ભાઈ ભગત- ૧૧ લાખ અત્યારે અને પછી ૨ કરોડ રૂપિયા 
  • દીપક ભાઈ નીમવાક -૧૦ લાખ 
  • સુરેશ કાકા તરફથી પાંચ લાખ
  • નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ દ્વારા ૧,૧૧,૧૧૧/- રૂપિયા દાન કરવાની જાહેરાત કરવામાં આવી છે. 
  • મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

    દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો