Not Set/ રાજકોટ પોલીસ ચોકીમાં રાહદારીના મોત મામલે, PSI ચાવડાની ધરપકડ

રાજકોટના બસ સ્ટેશનમાં આવેલ પોલીસ ચોકીમાં બુધવારના રોજ સાંજે સબ પોલીસ ઈન્સ્પેકટરની સર્વિસ રિવોલ્વરની ગોળી વાગતાં હિમાંશુ ગોહેલ નામની વ્યક્તિ નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક અને પી.એસ.આઇ ચાવડા છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. બે દિવસ અગાઉ પીએસઆઇ ચાવડા મૃતક હિમાંશુના સ્પા સેન્ટર બહાર મળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા […]

Gujarat Rajkot
હત્યા રાજકોટ રાજકોટ પોલીસ ચોકીમાં રાહદારીના મોત મામલે, PSI ચાવડાની ધરપકડ

રાજકોટના બસ સ્ટેશનમાં આવેલ પોલીસ ચોકીમાં બુધવારના રોજ સાંજે સબ પોલીસ ઈન્સ્પેકટરની સર્વિસ રિવોલ્વરની ગોળી વાગતાં હિમાંશુ ગોહેલ નામની વ્યક્તિ નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક અને પી.એસ.આઇ ચાવડા છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.

બે દિવસ અગાઉ પીએસઆઇ ચાવડા મૃતક હિમાંશુના સ્પા સેન્ટર બહાર મળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પીઆઈ, એસીપી, ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

રાજકોટ/ પોલીસ ચોકીમાં જ PSIની રિવોલ્વરમાંથી થયુંં ફાયરીંગ, રાહદારીનું નિપજ્યું મોત

પ્રાથમિક દ્રષ્ટિએ જ બનાવ શંકાસ્પદ જણાઈ આવ્યો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે પી.એસ.આઇ ચાવડા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. સાપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત પીએસઆઇ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તો સાથે જ પી.એસ.આઇ ચાવડાની સર્વિસ રિવોલ્વર પણ કબજે કરવામાં આવી છે. અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.

પરિવારજનોએ પણ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ જ્યાં સુધી હત્યાનો ગુનો નોંધે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું PSI એ રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો.

એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના તાબામાં આવેલી એસ.ટી.પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં પીએસઆઇ પી.પી.ચાવડા બુધવારે સાંજે 5 વાગ્યે પોલીસ ચોકીમાં હતા અને 5.05 મિનિટે ગ્લો ફેમિલી સ્પાનો સંચાલક હિમાંશું દિનેશભાઇ ગોહેલ (ઉ.વ.29) તેને મળવા માટે બસ સ્ટેશને આવ્યો હતો. હિમાંશુ ગોહેલ પોલીસ ચોકીનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો હતો તે સાથે જ પીએસઆઇ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી અને હિમાંશુના કપાળમાં ગોળી ખૂંપીને પાછળના ભાગેથી બહાર નીકળી ગઇ હતી. ફાયરિંગ થતાં જ હિમાંશુ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો, અને સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.