અમદાવાદ.
22 જુલાઈ 2018.
ગુજરાત રાજયમાં વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓનો વિરોધ કરવા આજ રવિવારના રોજ મણીનગરમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે હિન્દૂ જાગરણ મંચના નેજા હેઠળ આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી માત્ર યુવાનો, મહિલાઓ તેમજ વડીલો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ રેલીનો આરંભ હીરાભાઈ ટાવરથી કરવામાં આવ્યું હતું. જયારે લવ જેહાદને પડકાર આપવામાં ચલાવવામાં આવેલી આ રેલીનો અંત મણિનગર પોલીસ સ્ટેશન પાર કરવા આવ્યો હતો.
અંદાજે આ રેલીમાં 800 થી 900 લોકો જોડાયા હતા. લવ જેહાદના દુષણને સમાજમાંથી ડામવા માટે નાની ઉંમરના બાળકોથી લઇ, યુવાનો અને વૃદ્ધો પણ રેલીમાં જોડાયા હતા અને લવ જેહાદનો એકત્રિત થઇ અને મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું.