Not Set/ જામનગર: આરોગ્ય વિભાગે આઈસ ફેક્ટરીઓ પર પાડ્યા દરોડા

જામનગર, જામનગરમાં ફૂડ વિભાગના દરોડા યથાવત છે, ત્યારે આજે શહેરની આઈસ ફેક્ટરીઓમાં દરોડા પાડી બરફ નું ચેકિંગ હાથ ધર્યું હતું, જો કે સમગ્ર ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓને કોઈ ગેરરીતિ સામે આવી ન હતી, જો કે ફૂડ વિભાગના સતત ચેકિંગ કાર્યવાહીને લઈને ભેળસેળિયાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. ઉનાળાની ઋતુ ને ધ્યાને લઈ જામનગર મહાનગરપાલિકા […]

Gujarat Others
maya 6 જામનગર: આરોગ્ય વિભાગે આઈસ ફેક્ટરીઓ પર પાડ્યા દરોડા

જામનગર,

જામનગરમાં ફૂડ વિભાગના દરોડા યથાવત છે, ત્યારે આજે શહેરની આઈસ ફેક્ટરીઓમાં દરોડા પાડી બરફ નું ચેકિંગ હાથ ધર્યું હતું, જો કે સમગ્ર ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓને કોઈ ગેરરીતિ સામે આવી ન હતી, જો કે ફૂડ વિભાગના સતત ચેકિંગ કાર્યવાહીને લઈને ભેળસેળિયાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.

ઉનાળાની ઋતુ ને ધ્યાને લઈ જામનગર મહાનગરપાલિકા ની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેર માં સતત ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આજે શહેર ના શરૂ સેક્શન રોડ નજીક આવેલ એમ.પી.શાહ ઉધોગ વિસ્તાર ની ભૂલચંદ એન્ડ કો. આઈસ ફેક્ટરી માં દરોડા પાડી બરફ નું ચેકિંગ હાથ ધર્યું હતું, ઉનાળામાં લોકો ઠંડા પીણાં ને લઈને બરફ નો વધુ ઉપયોગ કરતાં હોય છે ત્યારે ભેળસેળિયાઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરે તે હેતુ થી ફૂડ વિભાગ સતત ચેકિંગ કરી રહ્યું છે,

ઉલ્લેખનીય છે કે શહેર ની અન્ય કેટલીક આઈસ ફેક્ટરીઓમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ કોઈ ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું ન હતું, આરો પ્લાન્ટ થી બરફ બનાવતી આઈસ ફેક્ટરીઓને લઈને ફૂડ વિભાગે પણ પ્રશંસા વ્યક્ત કરરી હહતી, જો કે ફૂડ વિભાગ ના સતત ચેકિંગ કાર્યવાહી ને લઈને ભેળસેળિયાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.