School leaving certificate/ ‘આરોપીની ઉંમર સાબિત કરવા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આધારભૂત પુરાવો નથી’

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું છે કે કોઈપણ ફોજદારી ગુનામાં આરોપીની ઉંમર સાબિત કરવા માટે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટને આધારભૂત પુરાવા તરીકે ગણી શકાય નહી.

Top Stories Gujarat
Mantavyanews 7 2 ‘આરોપીની ઉંમર સાબિત કરવા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આધારભૂત પુરાવો નથી’

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે એક મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું છે કે કોઈપણ ફોજદારી ગુનામાં આરોપીની ઉંમર સાબિત કરવા માટે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટને આધારભૂત પુરાવા તરીકે ગણી શકાય નહી. આમ બીજે બધે સરકારી કામકાજોમાં ભલે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ માન્ય ગણાતું હોય, પરંતુ ફોજદારી કેસમાં આરોપીની ઉંમરને સાબિત કરવા તે આધારભૂત પુરાવો નથી.

સરકારે દાખલ કરેલા કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી. સરકાર 27 વર્ષ પહેલાના બળાત્કારના કેસમા આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના કેસને પડકારી રહી છે. આ કેસમાં વ્યક્તિ પર 1994માં 12 વર્ષની બાળકીને ફસાવવાનો અને પછી તેના પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પણ પ્રતિપક્ષ પૂરતા પુરાવા રજૂ કરી ન શકતા આરોપીને 1996માં મુક્ત કરવામાં આવ્યો હતો. કોર્ટે સ્વીકાર્યું હતું કે પીડિતાએ પોલીસને કોર્ટમાં ખોટી વાત કહી હતી.

પીડિતાની ઉંમર સ્પષ્ટ ન થતા આરોપીને છોડી મૂકાયો હતો. તેમના પિતા દ્વારા શાળા છોડવાનું પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું. તેમા આરોપીની જન્મતારીખ પહેલી જાન્યુઆર 1982 દર્શાવવામાં આવી હતી. કોર્ટે આ સામે શંકા વ્યક્ત કરી હતી. પિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે પુત્રીના જન્મ પછી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કોર્ટે આ કેસને શંકાસ્પદ ગણાવ્યો હતો.

ન્યાયાધીશ એએસ સુપેહિયા અને એમઆર મેંગડેની બેન્ચે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં દખલ કરવાનો ઇન્કાર કર્યો હતો. પીડિતાની ઉંમર અંગે કોર્ટે જણાવ્યું હતું કે શાળા છોડવાના પ્રમામપત્રને કલમ 35 હેઠળ જ પુરાવા તરીકે ગણી શકાય. પરંતુ નક્કર પુરાવાના અભાવમાં જો આ જ પુરાવા હોય તો તેને માન્ય ન ગણાય. બીજા શબ્દોમાં કહીએ તો સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આધારભૂત પુરાવો ન ગણાય.

આ પણ વાંચોઃ Insulting The National Flag/ લંડનમાં ખાલિસ્તાનીઓએ તિરંગા પર ફેંક્યું ગૌમૂત્ર, ભારતીયએ રાષ્ટ્રીય ફરજ નિભાવી, ધ્વજનું સન્માન બચાવ્યું

આ પણ વાંચોઃ Justin Trudeau Sikh Canada Election/ ભારત સાથેની મુશ્કેલી ટ્રુડોને મોંઘી પડી, ચૂંટણીમાં હારના ડરથી ગભરાયું કેનેડા, શું ‘ખાલિસ્તાન’ જીતશે?

આ પણ વાંચોઃ Elon Musk/ અબજોપતિ એલોન મસ્કે કેનેડિયન પીએમનો ઉધડો લીધો , કહ્યું- જસ્ટિન ટ્રુડો સ્વતંત્ર ભાષણને કચડી નાખવાનો કરી રહ્યા છે પ્રયાસ