Not Set/ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆત બાદ બુર્ખાની કિંમતમાં 10 ઘણો વધારો

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની અસર દેખાવા લાગી છે. તાલિબાન નેતાઓ મહિલાઓની આઝાદીની વાત કરી રહ્યા છે, પરંતુ …

Top Stories World
1 185 અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆત બાદ બુર્ખાની કિંમતમાં 10 ઘણો વધારો

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની અસર દેખાવા લાગી છે. તાલિબાન નેતાઓ મહિલાઓની આઝાદીની વાત કરી રહ્યા છે, પરંતુ બુર્ખાની 10 ગણી વધેલી કિંમત સમગ્ર મામલે કઇંક અલગ જ કહી રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની સ્થાપના બાદ તાલિબાન નેતાઓએ કહ્યું કે, તેઓ મહિલાઓને કામ કરવાની આઝાદી આપશે અને તેમના અધિકારોની સુરક્ષા કરવામા આવશે, જોકે તેમને ઇસ્લામિક કાયદાઓનું પાલન કરવું પડશે. આવી જાહેરાત બાદ અફઘાનિસ્તાનમાં બુર્ખાનાં ભાવમાં 10 ગણો વધારો થયો છે.

1 186 અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆત બાદ બુર્ખાની કિંમતમાં 10 ઘણો વધારો

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલિબાન સામે હવે બ્રિટન મોટું પગલું ભરવા તૈયાર, લેશે આ પગલા

અફઘાનિસ્તાનમાં મોટાભાગની વસ્તીને ડર છે કે તેઓ હવે 1996 જેવી પરિસ્થિતિનો સામનો કરશે. આ તે સમય હતો જ્યારે તાલિબાન સત્તામાં હતું. જોકે, 2001 માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા બાદ ચિત્ર બદલાઈ ગયું. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં હસ્તક્ષેપ કર્યો અને લોકશાહી સ્થાપવાના સ્વપ્ન સાથે હમીદ કરઝાઈની સરકાર આવી. તાલિબાનને અફઘાનિસ્તાનનાં મુખ્ય શહેરોમાંથી હાંકી કાઠવામાં આવ્યાુ હતુ. પરંતુ 20 વર્ષ પછી તાલિબાને જે રીતે થોડા દિવસોમાં જ તેના પર પોતાનો કબ્ઝો મેળવ્યો તે ખરેખર આશ્ચર્યજનક છે. આ વખતે સત્તા કબ્ઝે કરવા માટેનું લોહીયાળ લડાઇ પ્રમાણમાં ઘટી ગઇ છે, તાલિબાન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી.

1 187 અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆત બાદ બુર્ખાની કિંમતમાં 10 ઘણો વધારો

આ પણ વાંચો – આતંકનો ઓછાયો / તાલિબાન આતંકી સંગઠનને અમે અફઘાનિસ્તાનની નવી સરકાર તરીકે માન્યતા નહી આપીએઃ કેનેડા

જ્યારે તાલિબાન નેતૃત્વએ ખાતરી આપી છે કે તે મહિલા શિક્ષણ માટે ખુલ્લું છે, અધિકાર જૂથોનું કહેવું છે કે નિયમો સ્થાનિક કમાન્ડરો અને સમુદાયોનાં આધારે બદલાય છે. અફઘાનિસ્તાનનાં હેરાતમાં એક સ્થાનિક એનજીઓ માટે કામ કરનાર 25 વર્ષીય યુનિવર્સિટી ગ્રેજ્યુએટે કહ્યુ કે, લડાઈનાં કારણે તે અઢવાડિયાથી પોતાના ઘરની બહાર નિકળી નથી. અન્ય રહેવાસીઓ સાથે વાત કરતા, તેણીએ કહ્યું કે જો કોઈ મહિલા શેરીઓમાં બહાર આવે છે, વળી મહિલા ડોકટરો પણ પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ઘરે રહે છે. સમાચાર એજન્સી એપીનાં જણાવ્યા મુજબ તાલિબાન લડવૈયાઓનો સામનો કરી શકે તેમ નથી. મને તેમના વિશે સારી લાગણી નથી. કોઇ પણ મહિલાઓ અને છોકરીઓ સામે તાલિબાનનું વલણ બદલી શકતું નથી, તેઓ હજુ પણ ઈચ્છે છે કે મહિલાઓ ઘરમાં જ રહે. “તેમણે ઉમેર્યું કે મને નથી લાગતું કે હું બુર્ખો પહેરવા તૈયાર થઈશ. તાલિબાનનાં શાસન હેઠળ મહિલાઓને વ્યાપક બ્લ્યુ કપડા પહેરવાની ફરજ પડી હોવાનો ઉલ્લેખ છે. હું તે સ્વીકારી શકતી નથી. હુ મારા અધિકારો માટે લજડીશ, પછી ભલે કઇ પણ થઇ જાય.