Not Set/ ચેલેન્જ ! #INDvsAUS: MCGમાં રોહિત સિક્સર મારશે તો મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ જશે આ ખેલાડી

મેલબર્ન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સ ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારત તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ શાનદાર સદી ફટકારી હતી, જયારે રોહિત શર્મા ૬૩ રને અણનમ રહ્યો હતો. "If Rohit hits a six here I'm changing […]

Top Stories Trending Sports
indvsaus ચેલેન્જ ! #INDvsAUS: MCGમાં રોહિત સિક્સર મારશે તો મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ જશે આ ખેલાડી

મેલબર્ન,

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સ ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારત તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ શાનદાર સદી ફટકારી હતી, જયારે રોહિત શર્મા ૬૩ રને અણનમ રહ્યો હતો.

જો કે મેલબર્ન ટેસ્ટ દરમિયાન ભારતની પ્રથમ ઇનિંગ્સમાં રોહિત શર્મા અને કાંગારું કેપ્ટન ટીમ પેન વચ્ચે ચર્ચા જોવા મળી હતી. ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પેન પોતાની ટીમના સાથી ખેલાડી એરોન ફિન્ચ સાથે વાત કરી રહ્યો હતો કે, “If Rohit hits a six here I am changing to Mumbai” એટલે કે રોહિત જો મેલબર્નના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિક્સર મારે છે તો IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ જશે.

જો કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટનની આ વાત સ્ટમ્પના માઈક્રોફોને પકડી લીધી હતી. ત્યારથી જ આ આ વાતચીતનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માને ૫૦ રનની ઉપરની ઇનિંગ્સ દરમિયાન સિક્સર મારવાથી રોકવો એ મુશ્કેલીભર્યું છે, કારણ કે તેઓની ગણના દુનિયાના હીટર બેટ્સમેનોમાં થાય છે. આ પહેલા પણ એડિલેડ ટેસ્ટમાં ૩૭ રનની ઇનિંગ્સ દરમિયાન શર્માએ ૩ સિકસર ફટકારી હતી.