Not Set/ આ એરલાઇન્સ દેશના યાત્રીઓ માટે છે સૌથી ખરાબ : સંસદીય સમિતિ

નવી દિલ્હી, દેશની અગ્રણી એરલાઇન્સ કંપની ઇન્ડિગોને લઈ સંસદીય સમિતિ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિગોને સૌથી ખરાબ એરલાઇન્સ કહેવામાં આવી છે. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ બાબતોમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે, ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા યાત્રીઓની ફરિયાદોનો જવાબ આપવામાં આવતો નથી. સાથે સાથે લગેજના વજનમાં એક કે બે કિલો […]

Top Stories India Trending
in indigo flight આ એરલાઇન્સ દેશના યાત્રીઓ માટે છે સૌથી ખરાબ : સંસદીય સમિતિ

નવી દિલ્હી,

દેશની અગ્રણી એરલાઇન્સ કંપની ઇન્ડિગોને લઈ સંસદીય સમિતિ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિગોને સૌથી ખરાબ એરલાઇન્સ કહેવામાં આવી છે.

પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ બાબતોમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે, ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા યાત્રીઓની ફરિયાદોનો જવાબ આપવામાં આવતો નથી. સાથે સાથે લગેજના વજનમાં એક કે બે કિલો વજન વધારે હોય છે ત્યારે યાત્રીઓ પાસેથી વધારે ચાર્જ લેવામાં આવે છે.

બેસિક ભાડાના ૫૦ ટકા હોવો જોઈએ ટિકિટ કેન્સલ ચાર્જ

તેઓએ વધુમાં કહ્યું હતું કે, સંસદીય સમિતિ દ્વારા વિચારણા કરવામાં આવી છે કે, એરલાઇન્સની ટિકિટ કેમ્સલ કરાવવા પર વસુલવામાં આવતો બેસિક ચાર્જ ૫૦ ટકાથી વધુ ન હોવો જોઈએ.

filght indigo આ એરલાઇન્સ દેશના યાત્રીઓ માટે છે સૌથી ખરાબ : સંસદીય સમિતિ
national-parliamentary-committee-indigo worst-airlines-for-passenger

જોવામાં આવે તો, ૧ જાન્યુઆરીએ તમારે દિલ્હીથી લખનઉ જવાનું છે તો આ યાત્રા માટે ૨૧૭૦ રૂપિયા ચુકવવા પડશે.જેમાં ૧૨૯૨ રૂપિયા બેસિક ચાર્જ છે.

જો કે સંસદીય સમિતિ દ્વારા કરાયેલી ભલામણ સ્વીકારાય તો, તમારે યાત્રાની ટિકિટ કેન્સલ કરવા માટે માત્ર ૬૪૬ રૂપિયા આપવા પડશે. પરંતુ હાલમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કેન્સલ ચાર્જ ૩૦૦૦ હજાર વસુલાય છે.