Covid-19/ વૈશ્વિક સ્તરે કોરોનાનો ગ્રાફ હવે ચિંતામાં કરી રહ્યો છે વધારો, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં અધધ નવા કેસ નોંધાયા

દુનિયાભરમાં કોરોનાવાયરસ અને તેના નવા વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ 24 કલાકમાં સૌથી વધુ કેસ ફ્રાન્સમાં નોંધાયા છે, જ્યા આ 24 કલાકમાં 2.19 લાખ નવા કેસ સામે આવ્યા છે.

Top Stories World
વૈશ્વિક સ્તરે કોરોના
  • વૈશ્વિક સ્તરે સતત ચિંતા જન્માવતો કોરોના
  • વિશ્વમાં 24 કલાકમાં 11.88 લાખ નવા કેસ
  • ફ્રાન્સમાં 24 કલાકમાં 2.19 લાખ નવા કેસ
  • યુકેમાં 24 કલાકમાં 1.62 લાખ નવા કેસ
  • યુકેમાં હવે 25.86 લાખ એક્ટિવ કેસ
  • યુએસમાં 24 કલાકમાં 1.61 લાખ નવા કેસ
  • ઇટાલીમાં 24 કલાકમાં 1.41 લાખ નવા કેસ
  • ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 35 હજાર નવા કેસ

દુનિયામાં આજે કોરોનાવાયરસનો કહેર એકવાર ફરી જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે આ મહામારી હવે એક મોટી ચિંતાનું કારણ બનતુ જઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, વિશ્વમાં 24 કલાકમાં કોરોનાવાયરસનાં 11.88 લાખ નવા કેસ નોંધાયા છે. જે હવે ખતરાની ઘંટી બરાબર છે.

1 2022 01 02T150053.077 વૈશ્વિક સ્તરે કોરોનાનો ગ્રાફ હવે ચિંતામાં કરી રહ્યો છે વધારો, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં અધધ નવા કેસ નોંધાયા

આ પણ વાંચો – Covid-19 / વિશ્વમાં દર એક લાખ લોકો પર સંક્રમણનું સૌથી વધુ પ્રમાણ ધરાવતા તમામ દેશો યુરોપમાં

આપને જણાવી દઇએ કે, દુનિયાભરમાં કોરોનાવાયરસ અને તેના નવા વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ 24 કલાકમાં સૌથી વધુ કેસ ફ્રાન્સમાં નોંધાયા છે, જ્યા આ 24 કલાકમાં 2.19 લાખ નવા કેસ સામે આવ્યા છે. ઉપરાંત UK માં આ 24 કલાકમાં 1.62 લાખ નવા કેસ નોંધાયા છે. વળી અહી એક્ટિવ કેસ 25.86 લાખ હોવાનુ સામે આવ્યુ છે. વિશ્વની મહાસત્તા અમેરિકામાં આ મહામારીએ સૌથી વધુ કહેર વરસાવ્યો છે. અહી છેલ્લા 24 કલાકમાં 1.61 લાખ નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઇટાલી અને ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 1.41 લાખ અને 35 હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. જણાવી દઇએ કે, આ ખતરનાક કોવિડ-19 વાયરસ સામેની લડાઈનું આ ત્રીજું વર્ષ છે. પૂરી દુનિયા આ મહામારીને હરાવવા માટે લડી રહી છે. દરમ્યાન, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) નાં વડાએ આ વૈશ્વિક રોગચાળાને હરાવવા માટે એક ફોર્મ્યુલા આપી છે. WHO નાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસસે કહ્યું કે, જો આપણે એક વસ્તુને હરાવીએ તો આ વૈશ્વિક મહામારીને હરાવી શકાય છે.

1 2022 01 02T145937.483 વૈશ્વિક સ્તરે કોરોનાનો ગ્રાફ હવે ચિંતામાં કરી રહ્યો છે વધારો, છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં અધધ નવા કેસ નોંધાયા

આ પણ વાંચો – કોરોના વિસ્ફોટ / ફ્રાન્સમાં કોરોનાની સુનામી યથાવત,સતત ચોથા દિવસે બે લાખથી વધુ કેસ,કોરોના કેસમાં ટોપ 6માં સામેલ

WHO નાં ચીફ ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસસે કહ્યું છે કે, જો આપણે અસમાનતાને હરાવીશું તો તે આપણી હાર હશે. ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસસે કહ્યું, ‘કોઈ પણ દેશ આ રોગચાળાથી અસ્પૃશ્ય નથી. આપણી પાસે આવા ઘણા હથિયારો છે જેના વડે આપણે તેની સુરક્ષા કરી શકીએ છીએ અને તેનો સામનો કરી શકીએ છીએ. જો આપણે અસમાનતાને હરાવીશું તો હું માનું છું કે આપણે આ રોગને હરાવી શકીશું.’ તેમણે કહ્યું કે અમે કોવિડ-19 મહામારીનાં ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હું માનું છું કે આ રોગચાળાનું આ છેલ્લું વર્ષ છે પરંતુ જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે જ.