Not Set/ ટ્રમ્પના ભારત પ્રવાસથી ખુશ PM મોદી બોલ્યા, આ યાત્રા ખાસ છે, ભવ્ય સ્વાગત કરવામાં આવશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદી 24-25 ફેબ્રુઆરીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 અને 25 ફેબ્રુઆરીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પની ભારત મુલાકાતની ઘોષણા અંગે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે […]

Top Stories India
Untitled 117 ટ્રમ્પના ભારત પ્રવાસથી ખુશ PM મોદી બોલ્યા, આ યાત્રા ખાસ છે, ભવ્ય સ્વાગત કરવામાં આવશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદી 24-25 ફેબ્રુઆરીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 અને 25 ફેબ્રુઆરીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પની ભારત મુલાકાતની ઘોષણા અંગે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે બંને દેશો વચ્ચેની આ ગાઢ મિત્રતાને લીધે માત્ર આપણા નાગરિકો જ નહીં પરંતુ આખી દુનિયાનું કલ્યાણ થશે.

બુધવારે પીએમ મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે તેઓ ખુબ ખુશ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ શ્રી ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે છે. ભારત તેના આ ખાસ મહેમાનોનું યાદગાર સ્વાગત કરશે. આ મુલાકાત ખૂબ જ વિશેષ છે.

વડાપ્રધાને કહ્યું કે ભારત અને અમેરિકા લોકશાહી અને બહુવચનવાદ માટે સમાન પ્રતિબદ્ધ છે. અમારા બંને દેશો ઘણા મુદ્દાઓ પર વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સહયોગ આપી રહ્યા છે. અમારી વચ્ચેની આ મિત્રતા આપણા નાગરિકોને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ફાયદાકારક છે.

આ અગાઉ, ભારતની મુલાકાત અંગે ઉત્સાહિત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આ મહિનાના અંતમાં તેમની ભારત મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યાં લાખો લોકો તેમનું સ્વાગત કરશે. વ્હાઇટ હાઉસની ઘોષણાના બીજા જ દિવસ પછી ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને કહ્યું, “હું ભારત જવા માટે રાહ જોઈ રહ્યો છું.”

એક પ્રશ્નના જવાબમાં પીએમ મોદીની પ્રશંસા કરતાં અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, ” તેઓ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) મારા ખૂબ સારા મિત્ર છે. તે એક સારા વ્યક્તિ પણ છે.

ડોનાલ્ડે કહ્યું કે તેમણે આ સપ્તાહના અંતમાં પીએમ મોદી સાથે વાત કરી હતી અને વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમને કહ્યું હતું કે, એરપોર્ટથી અમદાવાદના નવા સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) સુધી લાખો લોકો તેમનું સ્વાગત કરશે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના વેપાર, સંરક્ષણ સોદાને આખરી ઓપ મળે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની બે દિવસીય મુલાકાત પહેલા મોદી સરકાર યુ.એસ. સંરક્ષણ કંપની કોકહિડ માર્ટિન પાસેથી 24 એમએચ -60 આર સીહોક હેલિકોપ્ટરને  2.6 અબજ ડોલરમાં ખરીદવાની મંજૂરીની તૈયારીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.