હિંમતનગર/ રક્ષાબંધનની પૂર્વ રાત્રિએ સાબરકાંઠામાં અકસ્માત, એકનું મોત, 25થી વધુ ઘાયલ

અંબાજી- અમદાવાદ હાઈવે પર લકઝરી બસ પલટી જતા એકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. અને 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

Top Stories Gujarat
સાબરકાંઠા અકસ્માત

રક્ષાબંધનની પૂર્વ રાત્રીએ સાબરકાંઠાના હિંમતનગર માં ગંભીર અકસ્માત સર્જાયો. અંબાજી- અમદાવાદ હાઈવે પર લકઝરી બસ પલટી જતા એકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. અને 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને ઈજાગ્રસ્તોને વધુ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સાથેજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અંબાજી-અમદાવાદ હાઈવે પર હિંમતનગર પાસે આવેલા વકતાપુર ગામ નજીક એક લક્ઝરી બસ અચાનક પલટી ખાઈ ગઈ હતી. અંબાજીથી હિંમતનગર તરફ આવી રહેલી લક્ઝરી બસ વક્તા પુર પાસે પલટી ખાઈ ગઈ હતી. આ બસ માં આશરે ૫૦ જેટલા મુસાફરો સવાર હતા. હિંમતનગર થી ઇડર હાઈવે પર વક્તાપુર ગામ પાસે ખાનગી લક્ઝરીને વકતાપૂર પાસે અકસ્માત નડતા એકનું ઘટનાસ્થળે મોત થયું હતું જયારે જયારે 25 પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થઇ બે ગંભીર રીતે ઘાયલ થયા હતા

આ ઘટનાની જાણ થતા તો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના  પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. ડી.ચૌધરી ઇડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.એમ.પટેલ અને જાદર પોલીસ સ્ટેશન  અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો  કાફલો ઘટનાસ્થળે પહોચી બસના કાચ તોડી ઘાયલોને બહાર કાઢયા હતા.

જયારે મુસાફરો ને બહાર કાઠવા જતા ઇડર પોલિસ સબ ઇન્સ્પેક્ટર  વાય.એમ.પટેલ ને પણ હાથ પર ઇજા પહોચી હતી. છતાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ઘાયલ મુસાફરો ને 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા આવ્યા.

વિશ્લેષણ / તાલિબાનો ચીન – પાક સામે બની શકે છે ભસ્માસૂર

અંતિમ દર્શન / કલ્યાણ સિંહના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી લખનઉ પહોચશે

કાર ટિપ્સ / આ આદતો તમારી કારનું આયુષ્ય વધારી શકે છે