Not Set/ શાળાની પાછળ ત્રણ નરાધમોએ લૂંટી કિશોરીની આબરૂ, વારંવાર બોલાવતા અને…

પાટણના સાંતલપુર તાલુકામાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીની સાથે ત્રણ નરાધમોએ શાળાની એક ઓરડીમાં પીંખી નાંખી હતી.

Gujarat Others Trending
harshad ribadiya 15 શાળાની પાછળ ત્રણ નરાધમોએ લૂંટી કિશોરીની આબરૂ, વારંવાર બોલાવતા અને...

રાજ્યસરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો કરાય છે. તેવામાં વધુ એક સગીરાના બળાત્કારની ઘટના પાટણના સાંતલપુરમાં બની છે. આ સગીરાનો બસ એક જ વાંક કે તે ખરીદી કરવા ગઈ ?

ફરી એકવાર પીંખાઈ કિશોરી

આટલે પણ અટક્યા નહી આ બળાત્કારીઓ

વિડિયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી

કિશોરીએ ગભરાતા પરિવારને ન કરી કોઈ વાત

વારંવાર બોલાવતા તેને સંબંધો બાંધવા

પાટણના સાંતલપુર તાલુકામાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીની સાથે ત્રણ નરાધમોએ શાળાની એક ઓરડીમાં પીંખી નાંખી હતી. એક માસ અગાઉ કિશોરીની આબરૂ છરીની અણીએ લૂંટવામાં આવી હતી. એટલુ જ નહિ, દુષ્કર્મીઓએ કિશોરીનો અશ્લીલ વીડિયો ઉતારી વારંવાર તેને બદનામ કરવાની ધમકી આપી હતી. આ નરાધમો આટલે અટક્યા ન હતા. કિશોરીને ફરી બોલાવતા અને તે વશ ન થતા તેનો અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

harshad ribadiya 16 શાળાની પાછળ ત્રણ નરાધમોએ લૂંટી કિશોરીની આબરૂ, વારંવાર બોલાવતા અને...

વારંવાર ધમકી આપતા નરાધમો

કિશોરીની વિડિયો કરી વાયરલ

પરિવારને જાણ થતા કરી પોલિસ ફરીયાદ

પોલીસે હાથ ધરી તપાસ

આરોપીઓને પકડી કરાશે જેલ હવાલે

આ ઘટનાની જાણ કિશોરીના ભાઈને થતા તેણે ત્રણેય ઈસમો વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સાંતલપુર તાલુકાના એક ગામે રહેતી આ સગીરા એક મહિના અગાઉ કપડાની ખરીદી કરવા ગઈ હતી. તે સમયે તે સાંતલપુર જૂની પ્રાથમિક શાળાની પાછળ બાથરૂમ કરવા ગઈ હતી. ત્યારે ત્રણ શખ્સો મિતાઝ ખાન, શક્તિસિંહ અને જગતસિંહ ઉર્ફે જગોએ તેનો પીછો કર્યો હતો. જેમાંથી શક્તિસિંહે સગીરાને છરી બતાવી તેના મોઢે ડુચો માર્યો હતો. આ બાદ વારાફરતી ત્રણેય શખ્સોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન ક્રુર નરાધમોએ સગીરા સાથેના દુષ્કર્મનો વીડિયો પણ બનાવ્યો હતો. જે વાયરલ કરી સગીરાને બદનામ કરવાના પ્રયત્નો કર્યા. જો કે પરિવારે કિશોરીનો સાથ આપતા આ ત્રણે નરાધમો વિરૂધ્ધ  ફરીયાદ દાખલ કરી લીધી છે.

harshad ribadiya 17 શાળાની પાછળ ત્રણ નરાધમોએ લૂંટી કિશોરીની આબરૂ, વારંવાર બોલાવતા અને...

પોલીસે આ ત્રણેને પકડી પાડવા ચક્રોગતીમાન કર્યો છે. અને કિશોરીને ન્યાય અપાવાશે. આ નરાધમોને પકડીને  જેલ હવાલે કરવામાં આવશે. પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ થઈ ચૂકી છે. હવે આ બળાત્કારીઓ બચી શકશે નહી.