Not Set/ સિમ્બા બાદ KGF પણ હિટ, કમાણી થઈ 140 કરોડની

મુંબઇ, રોહિટ શેટ્ટી અને રણવીરની ફિલ્મ સિમ્બાએ બોક્સ ઓફિસ પર રૂ.160 કરોડનું ક્લેક્શન કરી લીધુ છે અને તે નવા વર્ષે હિટ ફિલ્મ સાબિત થઈ છે. જોકે, આ સાથે આવેલી ફિલ્મ KGF ચેપ્ટર-1 બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે. KGF એ પણ પહેલા વીકમાં 140 કરોડની કમાણી કરી લીધી છે. બોક્સઓફિસ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર […]

Uncategorized
સિમ્બા બાદ KGF પણ હિટ, કમાણી થઈ 140 કરોડની
મુંબઇ,
રોહિટ શેટ્ટી અને રણવીરની ફિલ્મ સિમ્બાએ બોક્સ ઓફિસ પર રૂ.160 કરોડનું ક્લેક્શન કરી લીધુ છે અને તે નવા વર્ષે હિટ ફિલ્મ સાબિત થઈ છે. જોકે, આ સાથે આવેલી ફિલ્મ KGF ચેપ્ટર-1 બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે.
KGF એ પણ પહેલા વીકમાં 140 કરોડની કમાણી કરી લીધી છે. બોક્સઓફિસ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર રોહિટ શેટ્ટીની ફિલ્મ સિમ્બાના ક્લેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મે માત્ર 8 દિવસમાં 160 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ 2018ની સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બોક્સઓફિસઈન્ડિયા.કોમના જણાવ્યા અનુસાર કેજીએફ આશરે 140 કરોડ રૂપિયા ઉપરની કમાણી કરી ચૂકી છે.આ ફિલ્મ આવતા વીક સુધીમાં 150 કરોડની કમાણી આરામથી કરશે.
જ્યારે ફિલ્મ ઝીરોની બે અઠવાડિયાની કમાણી 90 કરોડ રૂપિયા સુધી પહોંચી છે.ફિલ્મ ઝીરોએ બીજા અઠવાડિયામાં  માત્ર 6.25 કરોડ રૂપિયાનું ક્લેક્શન કર્યું છે. આમ બે અઠવાડિયામાં માત્ર 88 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.
કિંગ ખાનની આ ફિલ્મ આ વર્ષે નિષ્ફળ સાબિત થઈ હતી. તા.21 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ કેજીએફ બોક્સ ઓફિસર પર સારુ પર્ફોમ કરી રહી છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મે માત્ર બે અઠવાડિયામાં 140 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
જ્યારે બીજા અઠવાડિયામાં કેજીએફ હિન્દીએ 10.50 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે મહારાષ્ટ્ર રાજ્યમાં સારુ પ્રદર્શન કર્યું છે. કેજીએફએ પ્રથમ અઠવાડિયામાં જ 21 કરોડ રૂ.ની કમાણી કરી લીધી હતી. જોકે, રોહિટે શેટ્ટી અને રણવિરસિંહ માટે શરૂ થનારું નવું વર્ષ લાભદાયી સાબિત થયું છે. જ્યારે કિંગ ખાનની આશા પર પાણી ફરી વળ્યું છે. હજું કેજીએફ અને સિમ્બા કેટલાક સિનેમાઘરથી ઊતરી નથી, આમ આ બંને ફિલ્મો હિટ રહી છે.