Gaza-Israel war/ ઇઝરાયેલને ના મળ્યો સૌથી મોટા સમર્થકનો સાથ, UNSCમાં યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર અમેરિકા વોટિંગથી રહ્યું દૂર

અમેરિકા અને ઇઝરાયેલ સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધ વિરામના ઠરાવ પર પ્રથમ વખત અલગ થઈ ગયા. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ ભીષણ બનતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુદ્ધ વિરામની અપીલ કરવામાં આવી.

Top Stories World
મનીષ સોલંકી 10 ઇઝરાયેલને ના મળ્યો સૌથી મોટા સમર્થકનો સાથ, UNSCમાં યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર અમેરિકા વોટિંગથી રહ્યું દૂર

ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ વધુ ભીષણ બનતા યુદ્ધ વિરામની અપીલ કરવામાં આવી છે.  સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર મતદાન કરવા મામલે અમેરિકાએ ઇઝરાયેલને સમર્થન આપવાથી અંતર રાખ્યું. એવું પ્રથમ વખત જોવા મળ્યું કે તમામ મોરચે ઇઝરાયેલને સાથ આપનાર અમેરિકા સમર્થન આપવાથી દૂર રહ્યું. અમેરિકાના આ પગલા બાદ બંને દેશોના સંબંધોમાં તિરાડ જોવા મળી શકે.

અમેરિકા અને ઇઝરાયેલ સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધ વિરામના ઠરાવ પર પ્રથમ વખત અલગ થઈ ગયા. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ ભીષણ બનતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુદ્ધ વિરામની અપીલ કરવામાં આવી. ગાઝામાં યુદ્ધને રોકવાની માંગ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. UNSCમાં પ્રસ્તાવનો કોઈપણ સભ્ય દ્વારા વિરોધ કરવામાં ના આવ્યો. જ્યારે 10 કાયમી અને 10 હંગામી સભ્યોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો. જો કે ઇઝરાયેલનું મજબૂત સમર્થક કહેવાતું અમેરિકા આ પ્રસ્તાવ પર વોટિંગ કરવાથી દૂર રહ્યું હતું.

UNSCમાં યુદ્ધ રોકવાને લઈને રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં અમેરિકા, બ્રિટન અને રશિયા વોટિંગમાં ગેરહાજર રહ્યા હતા. સામાન્ય રીતે દુનિયાના દિગ્ગજ દેશો એવા રશિયા અને અમેરિકા વિરોધી છાવણી હોવાનું માનવામાં આવે છે. ત્યારે આ પ્રસ્તાવ પર બંને દેશો સાથે જોવા મળ્યા હતા. આ ત્રણેય દેશોએ એમ પણ કહ્યું કે તેઓ યુદ્ધને સમર્થન આપતા નથી પરંતુ હમાસ દ્વારા કરવામાં આવેલા આંતકવાદી હુમલાની પણ નિંદા થવી જોઈતી હતી તેમ જણાવ્યું. રશિયાએ કહ્યું કે કોઈપણ પ્રકારની માનવતાવાદી સહાયતા માટે યુદ્ધને તાત્કાલિક રોકવું જરૂરી છે. સાથે ગાઝા પટ્ટીમાં જરૂરી સેવાઓને બંધ ન કરવાની અપીલ પણ કરી છે.

યુએન સુરક્ષા પરિષદના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા છે. આ યુદ્ધ બંધ થવું જોઈએ અને લોકોને જરૂરી મદદ મળવી જોઈએ. આથી ગાઝામાં માનવતાવાદી સહાય માટે કોરિડોર બનાવવાને લઈને પ્રસ્તાવ રજૂ કરાયો. જો કે આ ઠરાવની રજૂઆત દરમિયાન અમેરિકાએ હમાસની નિંદા ન કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે અમેરિકાના પ્રતિનિધિએ  લિન્ડા થોમસે કહ્યું, ‘અમને આશ્ચર્ય છે કે કાઉન્સિલના ઘણા સભ્યોએ હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની નિંદા પણ નથી કરી. હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે બર્બર હુમલો કર્યો હતો, ત્યાર બાદ સુરક્ષાને પગલે ઇઝરાયેલ દ્વારા જવાબી હુમલો કરવામાં આવ્યો.

બ્રિટને પણ પ્રસ્તાવને લઈને સ્પષ્ટતા કરી કે આ ઠરાવમાં હમાસની ટીકા કરવામાં આવી નથી તે દુઃખદ છે. જોકે બ્રિટને એમ પણ કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે નિર્દોષ લોકોના જીવ ન જાય. જોકે, ઈઝરાયેલે આ પ્રસ્તાવને સદંતર ફગાવતા જણાવ્યું UNSC ઠરાવ વાસ્તવિકતાથી પર છે. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવમાં ઈઝરાયેલને યુદ્ધ વિરામની અપીલ કરવાને લઈને છેલ્લા 6 અઠવાડિયામાં 10 બેઠકો કરી છતાં હમાસ મામલે UNSC મૌન છે તેમજ આ ઠરાવમાં આતંકવાદી સંગઠનો વિશે બિલકુલ વાત કરવામાં આવી નથી.


whatsapp ad White Font big size 2 4 ઇઝરાયેલને ના મળ્યો સૌથી મોટા સમર્થકનો સાથ, UNSCમાં યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર અમેરિકા વોટિંગથી રહ્યું દૂર


આ પણ વાંચો : Australia/ ઓસ્ટ્રેલિયામાં શીખ સાથે જાતીય ભેદભાવ, ભારત પરત જવાની આપી ધમકી

આ પણ વાંચો : અમદાવાદ/ જુહાપુરામાં રખડતા શ્વાને 14 મહિનાના બાળક પર કર્યો હુમલો, ચોંકાવનારા દ્રશ્યો CCTV માં કેદ

આ પણ વાંચો : Pm Narendra Modi/ પીએમ નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં નાગરિકોના મોતની નિંદા કરી, વાતચીત માટે આહવાન કર્યું