Covid-19/ અમદાવાદીઓ સાવધાન! શહેરમાં વધુ 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મુકાયા

રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં મેટ્રો સિટી અમદાવાદમાં સ્થિતિ ખરાબ બની રહી છે. તાજેતરમાં શહેરની સ્થિતિ બગડી રહી છે.

Ahmedabad Top Stories Gujarat
અમદાવાદ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
  • અમદાવાદમાં વધુ 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
  • આંબાવાડી,ગોતા,ચાંદલોડિયા,વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ
  • 14 પરિવારો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મુકાયા
  • અત્યાર સુધીમાં કુલ 7 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં

રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં મેટ્રો સિટી અમદાવાદમાં સ્થિતિ ખરાબ બની રહી છે. તાજેતરમાં શહેરની સ્થિતિ બગડી રહી છે. શહેરમાં હવે વધુ 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

આ પણ વાંચો – સુરક્ષા / વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે સંપૂર્ણ સુરક્ષા કવચવાળી કારમાં સવારી કરશે,વિસ્ફોટ પણ અસર કરી શકશે નહીં

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં એકવાર ફરી કોરોનાનાં કેસમાં વધારો થતા તંત્ર અને સરકારનાં શ્વાસ પણ જાણે રોકાઇ ગયા છે. ગઇ કાલ (સોમવાર) ની વાત કરીએ તો આ દિવસે રાજ્યમાં 204 કોરોનાનાં કેસ નોંઘાયા હતા. કોરોનાનાં કેસમાં લગભગ 6 મહિના બાદ બેવડી સદી નોંધાવી છે. ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં નોંધાયા હતા. શહેરમાં 1 દિવસમાં સૌથી વધુ 98 કેસ નોંધાયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, શહેરમાં વધુ 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે. જેમા આંબાવાડી, ગોતા અને ચાંદલોડિયા વિસ્તાર છે. આ વિસ્તારનાં 14 પરિવારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મુકાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 7 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મુકાયા છે. શહેરમાં સતત વધતા કોરોનાનાં કેસ જાણે ત્રીજી લહેરની શરૂઆત હોય તેમ લોકો સમજી રહ્યા છે. જણાવી દઇએ કે, આજે પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે, એકવાર ફરી કડક નિયમો બનાવવાની જરૂર અને તેનુ પાલન કરાવવા જનતા પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો – કમોસમી માવઠું / રાજ્યમાં એકવાર ફરી કમોસમી માવઠું, ગાંધીનગર, અમદાવાદ સહિત જિલ્લાઓમાં આંશિક વરસાદ

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં સૌથી વધુ 98 કેસ નોંધાયા હતા. રાજ્યનાં 50 ટકા કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા હતા. જ્યારે રાજકોટ શહેરમાં 33 કેસ સામે આવ્યા હતા.  સુરતમાં 22 અને વડોદરામાં 16 કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 65 લોકો ડિસ્ચાર્જ થાય હતા. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1086 છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…