Gujarat Visit/ મા-બહેનોના માથાના માટલાનો ભાર આ દીકરો ના ઉતારે તો બીજું કોણ ઉતારે?-PM મોદી

આજે   11 ઓક્ટોબરે જામકંડોરણામાં રાદડિયાના ગઢમાં જાહેર સભાને સંબોધવા આવી રહી  છે, જેને મોદીનો મેગા શૉ ગણવામાં આવી રહ્યો છે.

Top Stories Gujarat
6 11 મા-બહેનોના માથાના માટલાનો ભાર આ દીકરો ના ઉતારે તો બીજું કોણ ઉતારે?-PM મોદી
  • વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ
  • જામકંડોરણા ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી
  • પીપળીયા ગામે જામકંડોરણા ગામે જાહેરસભા
  • મુખ્યમંત્રી સહિત પદાધિકારીઓ રહેશે હાજર
  • વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને કરશે સંબોધન
  • જાહેરસભા બાદ અમદાવાદ જવા થશે રવાના

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે. રાજ્યની ચૂંટણીની બાગડોર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે, સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરીને ભાજપને જીત અપાવવા અથાગ મહેનત કરી રહ્યા છે.આજે   11 ઓક્ટોબરે જામકંડોરણામાં રાદડિયાના ગઢમાં જાહેર સભાને સંબોધવા આવી રહી  છે, જેને મોદીનો મેગા શૉ ગણવામાં આવી રહ્યો છે. અહીં જામકંડોરણા અત્યારથી જ મોદીમય બની ગયું હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.ભાજપના નેતાઓનો જમાવડો ભાજપના નેતાઓનો મેળાવડો અને તૈયારીનો ધમધમાટ જોવા મળ્યો હતો. મોદીની સભાથી 5 બેઠકને સીધી અસર પડશે. માત્ર એટલું જ નહીં, જયેશ રાદડિયાની ટિકિટ પણ નિશ્ચિત થઈ ગઈ છે.આ સંબોધનમાં મોદીએ પાણીનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું મા-બહેનોના માથાના માટલાનો ભાર આ દીકરો ના ઉતારે તો બીજું કોણ ઉતારે? ભારે જનમેદની વચ્ચે સભા ગજવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જંગી સભાને સંબોધન કરવાના છે. ત્યારે તેમને સાંભળવા વહેલી સવારથી જ લોકો ઊમટી પડ્યા છે અને સભાસ્થળનો ડોમ ભરાવા લાગ્યો છે તેમજ સભાસ્થળે આવતા દરેક લોકોનું સ્ક્રીનિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે.